નવી દિલ્હી: ભૂટાન (Bhutan) ના ડોકલામ વિસ્તારમાં એક ગામ વસાવવાને લઈને ચીની પત્રકાર દ્વારા કરાયેલા દાવાને ભૂટાને ફગાવી દીધો છે. ભારતમાં ભૂટાનના રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે ભૂટાનની અંદર ચીન (China) નું કોઈ ગામ નથી. અત્રે જણાવવાનું કે ચીની પત્રકાર શેન શિવઈએ ((Shen Shiwei) ) ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ચીને ડોકલામ (Doklam) વિસ્તારમાં એક નવું ગામ વસાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્કોટિશ-અમેરિકન લેખકને પોતાના પ્રથમ પુસ્તક માટે મળ્યો 2020નો બૂકર પુરસ્કાર 


ભૂટાનની અંદર કોઈ ચીની ગામ નથી
ZEE NEWSની સહયોગી ચેનલ WION સાથે વાત કરતા ભૂટાનના રાજદૂત મેજર જનરલ વત્સોપ નાગ્યાલ (Major General Vetsop Namgyel)એ સ્પષ્ટ રીતે આ દાવાને ફગાવ્યો અને કહ્યું કે, 'ભૂટાનની અંદર કોઈ ચીની ગામ નથી.'


કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?


વિવાદ વધ્યો તો પત્રકારે ટ્વીટ હટાવી દીધી
CGTN ન્યૂઝના સીનિયર પ્રોડ્યુસર શેન શિવઈએ ટ્વિટર પર ડોકલામમાં ચીન દ્વારા વસાવવામાં આવેલા ગામનો ફોટો શેર કર્યો હતો. મહત્વની વાત એ છે કે એ જગ્યા વર્ષ 2017માં ડોકલામમાં થયેલા વિવાદવાળી જગ્યાથી માત્ર 9 કિલોમીટરના અંતરે છે. જો કે જ્યારે વિવાદ વધ્યો તો પત્રકારે તસવીર હટાવી દીધી પરંતુ ત્યાં સુધીમાં તો પત્રકારની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.


એક પથ્થર છાપરું ફાડીને ઘરમાં પડ્યો...અને આ યુવક બની ગયો રાતોરાત કરોડપતિ ,કિસ્સો જાણીને ચોંકશો


ચીનનો વિકાસ દેખાડવાનો હતો હેતુ
હકીકતમાં ચીની પત્રકાર આ ગામની તસવીર પોસ્ટ કરીને બતાવવા માંગતો હતો કે ડોકલામ પાસે ચીને કેવો વિકાસ કર્યો છે, પરંતુ તસવીર સામે આવતા જ ચીનની પોલ ખુલી ગઈ કારણ કે આ વિસ્તાર ભૂટાનની સરહદમાં આવે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube