વોશિંગટનઃ અણેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લીધે રાજકીય માહોલ ગરમ છે. આ વચ્ચે નવા રાષ્ટ્રીય સર્વેમાં બાઇડેનને મતદાતાઓની પસંદના આધાર પર આગળ ગણાવવામાં આવ્યા છે. સર્વેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન પોતાના વિરોધી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 12 પોઈન્ટ આગળ ગણાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ ધ હિલે સીએનએન દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેમાં જાણકારી આપી છે કે જો બાઇડેનને 54 ટકા મતદાતાઓએ પસંદ કર્યા છે, જ્યારે ટ્રમ્પને પસંદ કરનારા 42 ટકા છે. અત્યાર સુધીના રાષ્ટ્રીય સર્વેમાં બંન્ને વચ્ચે આ સૌથી મોટુ અંતર છે. 


સર્વેમાં તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે મતદાનના દિવસ સુધી જો બાઇડેન પાછલી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર રહેલા હિલેરી ક્લિન્ટનથી વધુ સમર્થન મેળવી લેશે. સર્વેમાં સીનિયર સિટીઝનનું સમર્થન પણ બાઇડેનની સાથે વધુ જોવા મળ્યું છે. 


ચૂંટણી પ્રચારમાં બાઇડેન દ્વારા વિભિન્ન મુદ્દા પર આપવામાં આવી રહેલા વિચારોથી 55 ટકા મતદાતાઓ સહમતિ વ્યક્ત કરી છે, જ્યારે 42 ટકા મતદાતા તેમના વિચારોથી સહમત નથી. જ્યારે ટ્રમ્પના મામલામાં આ સંખ્યા ઉલ્ટી છે. 


પાકિસ્તાને સ્વીકાર્યું, પુલવામા હુમલામાં હતો હાથ, ઇમરાનના મંત્રીએ કહ્યુ- 'આ દેશની સફળતા'


અમેરિકાની સૌથી મોંઘી ચૂંટણી
અમેરિકાના ચૂંટણી ઈતિહાસમાં આ વખતની રાષ્ટ્રપતિ ચૂંટણી સૌથી વધુ મોંઘી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં 14 બિલિયન ડોલર (લગબગ એક લાખ કરોડ રૂપિયા) ખર્ચ થવા જઈ રહ્યાં છે. એક રિસર્ચ ગ્રુપ સેન્ટર ઓફ રેસપોંસિવ પોલિટિક્સ અનુસાર પાછલી ચૂંટણીની તુલનામાં આ ખુબ વદુ છે. 2016મા 11 બિલિયન ડોલર ખર્ચ થયા હતા.


ટ્રમ્પ, ઓબામા અને ક્લિન્ટનને આપવામાં આવી ધમકી
અમેરિકામાં એક સ્થાનીક આતંકી સંગઠનના કેટલાક સભ્યો મિશિગનના મેયરના અપહરણ કરવાની યોજના બનાવી રહ્યાં હતા. આ ગ્રુપના એક સભ્યએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટનને ઓનલાઇન ધમકી આપી હતી. એફબીઆઈએ ધમકી આપનારની ધરપકડ કર્યા બાદ આ સંબંધમાં કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું છે. ધરપકડ કરાયેલ આતંકી ડેલાવેયરમાં રહેનાર બેરી ક્રોફ્ટ છે. 


હાઈ લા...ભૂત સાથે લિવઈન રિલેશનશીપમાં હતી આ યુવતી, અનુભવો જાણીને થથરી જશો 


ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેને કર્યુ મતદાન
ચૂંટણી પૂર્વ મતદાનમાં ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેને પોતાના ગૃ રાજ્ય ડેલાયેવરમાં મતદાન કર્યુ. બાઇડેને પોતાની પત્ની જીલની સાથે મતદાન કર્યું હતું. અહીં પતિ-પત્નીએ સ્ટેટ ઓફિસમાં બનેલા પોલિંગ બૂથમાં મતદાન કર્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube