Study Abroad : અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. H-1B વિઝા મેળવવા દરેક ભારતીયનું સપનુ હોય છે. આ વિઝા મેળવવા માટે ગુજરાતીઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર થાય છે. સારા સમાચાર એ છે કે, USCIS દ્વારા એચ1બી વિઝાની લિમિટ મુજબ રેન્ડમ પસંદગી કરાઈ હતી. હવે ડ્રો સિસ્ટમના આધારે વિઝા મેળવનારા લોકોનો ત્રીજો રાઉન્ડ યોજવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં રહેવુ હોય તો એચ-1બી વિઝા બહુ જ જરૂરી છે. પરંતુ આ વિઝાની મર્યાદા નક્કી હોય છે. તેની જરૂરિયાત મુજબ જ વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. ગુજરાતીઓ માટે એચ-1બી વિઝા એટલે સ્વર્ગની ટિકિટ જેવુ હોય છે. આવામાં અમેરિકામાં સિટીઝનશિપ મેળવવા માટે એચ-1બી વિઝાનો ત્રીજો રાઉન્ડ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો એચ-1બી વિઝા માટે પડાપડી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમેરિકામાં ટૂંક સમયમાં H-1B વિઝા માટેની લોટરી સિસ્ટમ શરૂ થશે. H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેના હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખે છે. 


અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે


યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા H-1B વિઝા માટે અગાઉ સબમિટ કરાયેલી અરજીઓમાંથી લોટરી દ્વારા પસંદગી કરવામાં આવનાર છે. ટૂંક સમયમાં જ લોટરી તારીખની જાહેરાત કરવામાં આવશે. અમેરિકાના H-1B વિઝાની માંગ સૌથી વધુ હોવાથી અમેરિકા દ્વારા લોટરી સિસ્ટમથી વિઝા આપવામાં આવે છે. 


અમેરિકા દર વર્ષએ 85 હજાર લોકોને H-1B વિઝા આપે છે. જેમાંથી 20 હજાર વિઝા સ્ટડીના આધાર પર આપવામાઆવે છે. બાકીના 65 હજાર વિઝા લોટરી સિસ્ટમથી અપાય છે. 


યુએસસીઆઈએસના જણાવ્યા અનુસાર, રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ લોટરી સિસ્ટમ કરાશે. તેમે 31 માર્ચ સુધીમાં myUSCIS ઓનલાઈન એકાઉન્ટ પર જાણ કરવામાં આવશે. 


ધોરણ-10 પાસે ગુજરાતમાં સરકારી નોકરી નીકળી, આ તારીખથી શરૂ થશે ભરતી


જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વના અપડેટ, ઉમેદવારોએ ખાસ નોંધ લેવી