H 1B VISA: અમેરિકાએ ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહતે આપીને મોટું પગલુ ભર્યું છે. વિદેશ વિભાગે જણાવ્યું કે, ભારતીય પ્રોફેશનલ્સ 20 હજાર H 1B  સ્પેશિયલ બિઝનેસવાળા કર્મચારીઓ આગામી વર્ષે જાન્યુઆરીથી પોતાના વિઝા રિન્યુ કરાવી શકે છે. આ વર્ષે જુનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય પ્રવાસ દરમિયાન વ્હાઈટ હાઉસ દ્વારા H 1B વિઝાની કેટલીક કેટેગરીના ઘરેલુ નવીનીકરણ માટે એક પાયલટ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, વિઝા રિન્ય કરાવવાનો આ પાયલટ પ્રોજેક્ટ એ સોલ્યુશનમાંથી એક છે, જેમાં વિદેશ વિભાગ અમેરિકાની યાત્રા માટે પ્રતીક્ષાનો સમય ઓછો કરવાના હેતુ સાથે જોડાયેલો રાખવા માંગે છે. આ H 1B વિઝા ધારકોને અમેરિકાની બહાર યાત્રા કરવાને બદલે વિદેશ વિભાગમાં મેલ કરીને પોતાના વિઝાને રિન્યુ કરવાની પરમિશન આપશે. તેમજ પરત ફરતા પહેલા અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસમાં પોતાનો સમય નોંધાવવો પડશે. 


પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં હલચલ થશે


આ લોકોને મળશે મોટી રાહત
કોન્સ્યુલર કિસ્સામાં ઉપસહાયક સચિવ જુલી સ્ટફ્ટે સોમવારે માહિતી આપતા જણાવ્યું કે, અમે હકીકતમાં એક મોટા ગ્રૂપ માટે આ બદલાવ કરવાના છે. જેઓ પહેલાથી અહી રહે છે. નહિ તો તેઓને અમેરિકા છોડવુ પડ્યુ હોત. 


ભારે વીઝા બેકલોગને કારણે કેટલાક H 1B કર્મચારીઓએ પોતાની સુરક્ષા માટે ઓછા બેકલોગવાળા નજીકના દેશોની મુસાફરી જેવા કામકાજ અપનાવ્યા છે. 


ગુજરાતીઓની મુસીબત આટલાથી અટકતી નથી, ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે


વિઝા એપોઈન્ટમેન્ટનો સમય ધટ્યો
અમેરિકાના મુસાફરી માટે વિઝા એપાઈન્ટમેન્ટ સુરક્ષિત કરવા માટે વેઈટિંગ પીરિયડ ગત વર્ષે ઘટીને 130 દિવસ થઈ ગયો છે. જે ફાઈનાન્શિયલ વર્ષ 2022 થી70 દિવસ ઓછો કરાયો છે. વિદેશ વિભાગ વેઈટિંગ પીરિયડ 90 દિવસનો માને છે.  


1.4 લાખ ભારતીયોને મળ્યા વિઝા
અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે, ભારતમાં અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે  ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી 1 લાખ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. વિભાગે મંગળવારે જણાવ્યું કે, અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશની અર્થવ્યવસ્થામાં વાર્ષિક 38 અરબ ડોલર સુધી યોગદાન આપી શકે છે. સપ્ટેમ્બર 2023 સુધી વર્ષમાં 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને વીઝા આપવામાં આવ્યા, જે ફાઈનાન્શિયલ વર્ષ 2017 થી સૌથી વધુ છે.  


નકલી કચેરીકાંડમાં મોટો ખુલાસો : આદિવાસીઓના હકનું ખાઈ જનાર નિવૃત્ત IAS નીકળ્યો કૌભાડી