પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં મોટી ઉથલપાથલ થશે

Explosions from Sun to disturb space weather in 2024 : 2024 માં આવનારી સોલાર સાયકલ પૃથ્વી માટે મહાવિનાશ લાવશે.... તૈયારી કરી લેજો... તમારા વીજળી ઉપકરણોમાં મોટો ખર્ચો આવશે 

પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં મોટી ઉથલપાથલ થશે

Powerful Solar Storms : હાલ ન માત્ર ગુજરાત કે ભારત, પરંતુ સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણુ બઘુ બદલાઈ રહ્યું છે. ઋતુ ચક્ર પર અસર થઈ રહી છે. ત્યારે હવે પૃથ્વી પર પ્રલય માટે તૈયાર થઈ જાઓ. કારણ કે, 25 મી સોલાર સાયકલ આવી રહી છે. 2024 માં આવી રહેલી આ સોલાર સાયકલ પૃથ્વી પર ભયાનક તબાહી લાવશે. કારણ કે, આ સોલાર સાયકલ સૌથી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. જેનાથી પૃથ્વીના ઋતુ ચક્ર પર વેધક અસર થઈ શકે છે. 

સૂર્ય આપણી કલ્પનાથી ઘણો વિરાટ છે, તો તેની અસર પણ એવી જ છે. દર 11 વર્ષ સૂર્યની ગતિવિધિ અતિ સક્રિય બનતી જાય છે. ખગોળ શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, સૂર્યની 2024 માં આવનારી સાયકલ વધુ સક્રિય હશે. તેનાથી ઋતુ ચક્ર પર મોટી અસર થશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોએ ભયાનક આગાહી કરી છે. 

સોલાર સાયકલ એટલે શું
દર 11 વર્ષે સૂર્યમાં મહાભયાન કહી શકાય તેવા બદલાવ આવે છે. જેમાં સૂર્યની વિરાટ પરત પરથી ભારે વિનાશક સૌર જ્વાળાઓ અને સૌર પવનો આખા બ્રહ્માંડમાં ફેંકાય છે. આ ભયાનક ગતિવિધિને કોરોનલ માસ ઈજેક્શન કહેવાય છે. આ સૌર જ્વાળા છેક પૃથ્વી સુધી પહોંચે છે. જે પૃથ્વીની ગોળ ફરતા સેટેલાઈટ પર સૌથી પહેલા અસર કરે છે. 

સોલાર સાયકલ કેવો વિનાશ નોતરતે
આ સોલાર સાયકલ પૃથ્વી પર બહુ જ ગંભીર અસર કરે છે. જેમ કે, પૃથ્વી પરની લાઈટ, સંદેશા વ્યવહાર, ટીવી, રેફ્રિજરેટર વગેરેમાં અવરોધ ઉભો કરે છે. ભૂતકાળમાં પણ અનેક દેશોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો. તો ઘણા સેટેલાઈટ બળીને ભસ્મ થઈ ગયા હતા. કારણ કે, સૌર જ્વાળાઓની પ્રચંડ થપાટથી આકાશમાં ફરતા સેટેલાઈટ્સની કામગીરી ખોરવાઈ જાય છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સોલાર સાયકલ જેટલી વધુ સક્રિય બને તેટલી તેની તીવ્રતા પણ અનેકગણી વધુ હોય છે. બહુ ઓછા સમયમાં તેના સૌછી વધુ તીવ્રતાના તબક્કે પહોંચી જાય છે. સૂર્યની દર નવી સોલાર સાયકલ ચોક્કસ કયા તબક્કે સૌથી વધુ સક્રિય બને તેની આગાહી કરવા માટે વિશેષ પદ્ધતિ તૈયાર કરાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news