Bill અને Melinda Gates ના 27 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાની જાહેરાત કરતા કહ્યું- `હવે સાથે ન રહી શકીએ`
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. એક નિવેદન બહાર પાડીને બિલ અને મેલિન્ડાએ કહ્યું કે અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમને લાગે છે કે અમે જીવનના એવા વળાંક પર આવી ગયા છીએ કે હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી.
ટ્વીટ કરીને આપી જાણકારી
બિલ ગેટ્સે આ અંગે એક ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યું છે કે અમે અમારા સંબંધ પર ખુબ વિચાર કર્યો. છેલ્લે અમે આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો. હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી. અમે બંને અલગ અલગ પોતાની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને જીવનના એક નવા તબક્કા તરફ આગળ વધવા માંગીએ છીએ.
આ રીતે થઈ હતી મુલાકાત
ડિવોર્સ બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સના આર્થિક સંબંધ કેવા રહેશે, આ અંગે વધુ જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે બંને પરોપકારી કાર્યોમાં લાગેલી સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જેને વર્ષ 2000માં લોન્ચ કરાઈ હતી. બિલ અને મેલિન્ડાની મુલાકાત 1987માં માઈક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિન્ડાએ પ્રોડક્ટ મેનેજર તરીકે કંપની જોઈન કરી હતી. બંને વચ્ચે એક બિઝનેસ ડિનરના અવસરે વાતચીત થઈ અને પછી વાત આગળ વધતી ગઈ.
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
Coronavirus: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે સારા સમાચાર, હવે બાળકોને પણ મળશે રસી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube