લાહોર: પાકિસ્તાન (Pakistan) માં જોરદાર બ્લાસ્ટ થયો છે. ગ્વાદર સિટી (Gwadar City) માં એક બ્લાસ્ટમાં 6 ચીની એન્જીનિયરોના મોત થયા છે. શરૂઆતી જાણકારી અનુસાર આ હુમલો બલોચ ફાઇટર (Baloch Fighters) દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 ચીની એન્જીનિયરોના થયા હતા મોત
તમને જણાવી દઇએ કે તાજેતરમાં પાકિસ્તાન (Pakistan) ના ઉત્તર પશ્વિમી વિસ્તારમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં 9 ચીની એન્જીનિયરોના મોત થયા હતા. આ આતંકવાદી હુમલાથી ચીની નાગરિકો (Chinese Nationals) માં ડર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં CPEC પ્રોજેક્ટ પર પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચાઇનીઝ એન્જીનિયર એકે-47 સાથે જોવા મળ્યા હતા. 

Zydus Cadila ની 3 ડોઝવાળી કોરોના વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી


ઇમરાન પર નથી વિશ્વાસ
પાકિસ્તાન (Pakistan) માં પોતાના નાગરિકોના મોતથી ચીન (China) ગભરાઇ ગયું હતું. તેની તપાસ માટે પોતાની એક ટીમ પણ હતી. તો બીજી તરફ પોતાના આકા ને ખુશ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan) એ તમામ ચીની નાગરિકોની સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો, પરંતુ ચીન-પાક આર્થિક ગલિયારા (CPEC) ના કામકાજમાં લાગેલા ચાઇનીઝ વર્કર્સનો ડર ખતમ થયો નથી. તેમણે પોતાની સુરક્ષા માટે ટૂલકિટ છોડીને એકે-47 જેવા હથિયાર ઉઠાવ્યા તેમ છતાં પણ તે સુરક્ષિત રહી ન શક્યા. 

પ્રાઈવેટ પાર્ટ સંતાડવા આ અભિનેત્રીઓને ક્યારેક બિલ્લી તો ક્યારેક બુકનો કેમ લેવો પડ્યો સહારો? શું છે હકીકત


તાલિબાનના કબજાની સાઇડ ઇફેક્ટ?
ગુરૂવારે પણ પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતના બહાવન નગરમાં શિયા (Shia) સમુદાયના જુલુસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ એટેકમાં 5 લોકોના મોત થયા અને લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત થયા. હુમલા બાદ ઘટનાસ્થળ પર દોડધામ મચી ગઇ હતી. જેની આડમાં હુમલાવરો ત્યાંથી ફરાર થઇ ગયા. તેને અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનીઓના કબજાની સાઇડ ઇફેક્ટ તરીકે જોવામાં આવે છે. 


મુસ્લિમ દેશમાં શિયાઓનો જીવ ખતરામાં
તમને જણાવી દઇએ કે પાકિસ્તાન (Pakistan) ભલે જ એક ઇસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસલમાન હંમેશાથી જ કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યા છે. કટ્ટરપંથીઓના દબાણમાં પાકિસ્તાન સરકાર કાનૂન બનાવીને અહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરી ચૂક્યા છે. તો શિયા (Shia) મુસલમાનો પર કટ્ટરપંથી અવારનવાર હુમલા કરતાં રહે છે. મોહરમની આસપાસ જ્યારે શિયા પોતાની માતમી જુલૂસ નિકાળે છે, ત્યાર કટ્ટરપંથી તેના પર એટેક કરવાનું ચૂક્તા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube