બ્રાઝિલના રાષ્ટ્રપતિને શંકા, કહ્યું- માણસને મગર બનાવી શકે છે ફાઇઝર વેક્સિન
Brazil President: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકી કંપની Pfizer અને તેની જર્મન પાર્ટનર BioNTechની વેક્સિનથી લોકો મગર કે દાઢી વાળી મહિલા બની શકે છે. ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો મહામારીની શરૂઆતથી તેની ગંભીરતાને નકારતા આવ્યા છે.
બ્રાસીલિયાઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (Jair Bolsonaro)નો કોરોના વાયરસ વેક્સિન વિરુદ્ધ હુમલો જારી છે. ત્યાં સુધી કે તેમણે આશંકા વ્યક્ત કરી કે અમેરિકી કંપની Pfizer અને તેની જર્મન પાર્ટનર BioNTechની વેક્સિનથી લોકો મગર કે દાઢી વાળી મહિલા બની શકે છે. ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો મહામારીની શરૂઆતથી તેની ગંભીરતાને નકારતા આવ્યા છે. આ સપ્તાહે તેમણે જાહેરાત કરી હતી કે તે વેક્સિન નહીં લેશે જ્યારે દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ચુક્યું છે.
તમારી સમસ્યા છે
બોલ્સોનારોએ ગુરૂવારે કહ્યુ કે, 'Pfizerની સાથે સમજુતીમાં તે સ્પષ્ટ છે કે અમે (કંપની) કોઈ સાઇડ ઇફેક્ટ માટે જવાબદાર નથી. જો તમે મગરમાં ફેરવાય જાવ તો તમારી સમસ્યા છે.' વેક્સિનના બ્રાઝિલમાં ટેસ્ટ ઘણા સપ્તાહથી ચાલી રહ્યા હતા અને બ્રિટન-અમેરિકામાં ટ્રાયલ બહાર પણ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી. તેમણે કહ્યું, 'જો તમે સુપરહ્યૂમન બની જાવ છો તો મહિલાઓને દાઢી આવે છે કે પુરૂષ મહિલાઓના અવાજમાં બોલવા લાગે છે, તો તે તેની જવાબદારી લેશે નહીં.'
આ પણ વાંચોઃ Chile ના રાષ્ટ્રપતિએ MASK મહિલા સાથે ફોટો પડાવ્યો, હવે ભરવો પડ્યો અઢી લાખ દંડ
વેક્સિન ફ્રી પરંતુ ફરજીયાત નહીં
દેશમાં વેક્સિનેશન કેમ્પેનની શરૂઆત કરતા બોલ્સોનારોએ જણાવ્યુ કે, વેક્સિન ફ્રી હશે પરંતુ ફરજીયાત નહીં. પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વેક્સિન લેવી જરૂરી છે પરંતુ લોકોને તેના માટે ફોર્સ ન કરી શકાય. તેનો મતલબ છે કે વેક્સિન ન લેવા પર લોકો પર દંડ ફટકારી શકાય. જાહેર સ્થળોથી પ્રતિબંધિત કરી શકાય છે પરંતુ બળજબરીથી વેક્સિન ન આવી શકાય.
ખુદ વેક્સિન લેશે નહીં રાષ્ટ્રપતિ
બ્રાઝિલમાં 71 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને 1.85 લાખથી વધુના મૃત્યુ થયા છે. બોલ્સોનારોએ કહ્યુ કે, વેક્સિનને બ્રાઝિલની રેગ્યુલેટરી એજન્સી Anvisa થી સર્ટિફિકેશન મળ્યા બાદ તેને છોડી દરેકને વેક્સિન મળી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વેક્સિન લેશે નહીં. તમને જણાવી દઈએ કે બોલ્સોનારો જુલાઈમાં કોરોનાથી સંક્રમિત થયા હતા.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube