britain will back wagh nakh : શિવાજીના વાઘ નખના ઈતિહાસને કોણ નથી જાણતું. 1659 ની 10 નવેમ્બરના દિવસે અફઝલ ખાનના હુમલા પર શિવાજી મહારાજે વળતો પ્રહાર કર્યો હતો. શિવાજી મહારાજે વાઘ નખથખી અફઝલ ખાન પર હુમલો કર્યો હતો, આ હુમલાથી અફઝલ ખાનના પ્રાણ પખેરું ઉડી ગયા હતા. બસ ત્યારથી શિવાજીના વાઘ નખ ફેમસ થઈ ગયા હતા. આપણી પાસે વાઘ નખનો ઈતિહાસ તો હતો, પરંતું હકીકતમાં વાઘ નખ બ્રિટનમાં હતા. બ્રિટન સરકાર પાસે રહેલા આ વાઘ નખ હવે ભારતને પાછા મળશે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે. ત્યારે 3 ઓક્ટોબરે બ્રિટન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરીશું અને 'વાઘનખ' પરત લાવવામાં આવશે. આ સાથે જ ભારતીયોમાં ચાહકોમાં ખુશીનો મહોલ છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટન સરકાર વાઘ નખને પરત આપવા માટે તૈયાર થઈ ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજના ઉપયોગમાં લેવાયેલ વાઘના પંજાના આકારના વાઘ નખને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજે આ વાઘ નખનો ઉપયોગ 1659 માં બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો. 


9 વર્ષ પહેલાના અકસ્માત કેસમાં થયું સેટલમેન્ટ, વીમા કંપની ચૂકવશે 5.40 કરોડ


કરાર પર હસ્તાક્ષર થશે
ભારતીય મંત્રી સુધીર મુનગંટીવાર ઓક્ટોબર મહિનામાં વાઘ નખને પરત લાવવા માટે લંડન જશે. ત્યાં તેઓ વિક્ટોરીયા અને આલ્બર્ટ સંગ્રહાલયની સાથે કરાર પર હસ્તાક્ષર કરશે. હાલ આ મ્યૂઝિયમમાં નખ મૂકાયેલા છે. જો બધુ યોગ્ય ચાલ્યુ તો વાઘ નખ જલ્દી જ દેશ પાસે આવી જશે. ઓક્ટોબર 3ના રોજ એમઓયુ થશે. જેના બાદ કેટલાક નિયમોના આધારે તેને ભારત લાવવામાં આવશે. 


મીણબત્તી સળગાવતા પહેલા સાચવજો, નહિ તો આ બીમારી શરીરમાં ઘર કરી જશે


શું છે વાઘ નખ
ધાતુના પંજાનું બનેલું વાઘ નખ એક હથિયાર છે. જેને હાથની ઉપર કે નીચેની બાજુ પહેરી શકાય છે. હકીકતમાં તેને હાથની નીચે છુપાવી રાખી શકાય તે રીતે ડિઝાઈન કરાયુ હોય છે. એક ક્રોસબારમાં જોડાયેલ ચાર કે પાંચ ઘુમાવદાર બ્લેડ હોય છે. આ હથિયારનો ઉપયોગ મહારાજ શિવાજીએ બીજાપુરના આદિલ શાહી વંશના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો. મુનગંટીવારે જણાવ્યું કે, જગદંબાની તલવાર અને વાઘ નખ ઉપલબ્ધ કરાવવા માટે પહેલા બ્રિટિશ સરકાર સાથે ચર્ચા કરી હતી. 


કાઠિયાવાડનો સૌથી મોંઘો નંદી, ઉભો હોય તો ગીરનો સાવજ લાગે, કિંમત જાણી આંખો પહોળી થશે