બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જોવા મળ્યા. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી પણ જોવા મળ્યા. યુક્રેનની સરકાર દ્વારા આ વીડિયો શેર કરાયો છે. બે મિનિટથી વધુ લંબાઈવાળા આ વીડિયોમાં બંને નેતાઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ઘેરામાં સ્નાઈપર્સ તથા અન્ય સુરક્ષા વચ્ચે ઘૂમી રહ્યા છે. અત્રે જણાવવાનું કે આ દરમિયાન જેલેન્સ્કી અને જ્હોન્સન બંને સતત રસ્તા પર મળનારા લોકોનું અભિવાદન કરતા રહ્યા. અત્રે જણાવવાનું કે આ રાહગીરોમાંથી એક બ્રિટિશ નેતાને યુક્રેનના રસ્તાઓ પર જોઈને ભાવુક પણ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવુક થયેલા રાહગીરે કહ્યું કે અમને તમારી જરૂર છે. જ્હોનસને તેનો જવાબ આપતા કહ્યું કે તમને મળીને સારું લાગ્યું. તમારી પાસે એક સારા રાષ્ટ્રપતિ મિસ્ટર જેલેન્સ્કી છે. અમને મદદ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. 24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ શરૂ કરાયું હતું. રશિયા અને યુક્રેનની લડાઈ બાદ  પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે જી 7ના કોઈ નેતા યુક્રેન પહોંચ્યા છે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ 120 બખ્તરબંધ વાહનો અને એન્ટી શીપ મિસાઈલ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે. તેમણે વિશ્વ બેંકની લોનમાં વધારાના 500 મિલિયન ડોલરની પણ પુષ્ટિ કરી છે. તેનાથી ઈંગ્લેન્ડની કુલ ઋણ ગેરંટી એક અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. 


ઈમરાન થયા આઉટ, હવે શાહબાઝ બનશે નવા PM; પાકિસ્તાનના રાજકીય ઘમાસાણની 10 મહત્વની વાતો


Pakistan: શાહબાઝ શરીફનો ઈમરાન ખાન માટે મોટો સંદેશ 'બદલો તો નહીં લઈએ...પરંતુ કાયદો ચોક્કસપણે પોતાનું કામ કરશે'


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube