નવી દિલ્હી: કોરોના (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તેને લઈને સજાગ છે. આ બધા વચ્ચે આ નવા વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના બે કેસ સામે આવ્યા છે. નાઈજીરિયાના મુસાફરી કરનારા બે લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન વેરિએન્ટના કેસ સામે આવ્યા બાદ કેનેડામાં કોરોનાની તપાસ વધારી દેવાઈ છે. આ બધા વચ્ચે જોખમને જોતા બ્રિટન દ્વારા G-7 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનના ફેલાવા અને તેની રોકથામના ઉપાયો પર ચર્ચા કરાશે. જી-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડામાં 2 કેસ
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના બે કેસની પુષ્ટિ કરી છે. ઉપ પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી ક્રિસ્ટિન ઈલિયટ અને મુખ્ય ચિકિત્સા અધિકારી ડો.કિરણ મૂરેએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઓન્ટારિયો પ્રાંતના ઓટાવામાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટના બે કેસની પુષ્ટિ થઈ છે. ઓટાવા પબ્લિક હેલ્થ મામલા અને સંપર્ક મેનેજમેન્ટ આ કેસને જોઈ રહ્યા છે અને દર્દી હાલ આઈસોલેશનમાં છે. નિવેદન મુજબ કેનેડા આવનારા તમામ મુસાફરોનું કોવિડ-19 પરિક્ષણ કરાશે પછી ભલે તે ગમે ત્યાંથી આવ્યા હોય. કેનેડાએ શુક્રવારે આફ્રિકાના કેટલાક દેશોથી કેનેડા આવતા વિદેશી નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લગાવ્યો. ઓન્ટારિયો સરકારે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ સૌથી સારો  બચાવ તેને આપણી સરહદે રોકાઈ રહ્યો છે. 


Omicron Variant: ચિંતાનો વિષય બનેલા નવા કોરોના વેરિએન્ટના લક્ષણો અંગે દ.આફ્રિકાના ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube