ટોરન્ટો: ભારતના ખેડૂત આંદોલન(Farmers Protest)  પર નિવેદનો આપનારા કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) ની 'ચીની લિંક' ઉજાગર થઈ છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રુડો ચીનની નજીક જઈ રહ્યા છે અને વર્ષ 2019માં તેમણે બંને દેશોની સેનાઓ વચ્ચે શિયાળામાં યુદ્ધાભ્યાસની યોજના પણ બનાવી હતી. જો કે એ વાત અલગ છે કે તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહી. આ ખુલાસા બાદ હવે એ સવાલ જરૂરી બની ગયો છે કે શું જસ્ટિન ટ્રુડો બેઈજિંગના ઈશારે ખેડૂત આંદોલન અંગે નિવેદનો આપી રહ્યા છે જ્યારે આ તો સ્પષ્ટપણે ભારતનો આંતરિક મામલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત આંદોલન પર આ શક્તિશાળી દેશે આપ્યું એવું નિવેદન...વિરોધીઓને લાગશે મરચા


આ કારણે ઈચ્છા પૂરી ન થઈ
ટોપ સિક્રેટ દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ 2019માં ચીન અને કેનેડાની સેનાઓ વચ્ચે શિયાળાની ઋતુમાં યુદ્ધાભ્યાસની યોજના બનાવી હતી. યુદ્ધાભ્યાસની તમામ તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ કેનેડાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જોનાથન વેન્સે(General Vance) તેના પર સવાલ ઊભા કરી દીધા અને ટ્રુડોની ઈચ્છા પૂરી થઈ શકી નહી. 


Taslima Nasrin નો આરોપ, કહ્યું- 'બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ'


ચીનને થશે ફાયદો
'ધ ગ્લોબ એન્ડ મેઈલ'ના રિપોર્ટ મુજબ ગુપ્ત દસ્તાવેજોથી જાણવા મળે છે કે જનરલ વેન્સના ચીની સેના સાથે અભ્યાસની યોજના રદ કર્યા બાદ વૈશ્વિક મામલાઓના મંત્રાલયે પોતાનું પગલું પાછું ખેંચવું પડ્યું હતું. અમેરિકાએ પણ આ સંયુક્ત અભ્યાસ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેનાથી ચીનને ફાયદો થઈ શકે છે. 


પાકિસ્તાનને સતાવી રહ્યો છે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર, આર્મી અલર્ટ મોડ પર 


ભડકી ગયા હતા પ્રધાનમંત્રી
રિપોર્ટમાં એક ટોચના સૈન્ય અધિકારીના હવાલે કહેવાયું છે કે જનરલ વેન્સે અમેરિકાની ભલામણ પર ચીન સાથે યુદ્ધ અભ્યાસ અને તમામ પ્રકારના સૈન્ય સંવાદ રદ કર્યા હતા. જેને લઈને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ખુબ નારાજ થયા હતા. ત્યારબાદ જનરલ વેન્સે વુહાનમાં ચાલી રહેલી મિલેટ્રી વર્લ્ડ ગેમ્સમાં કેનેડાના સૈનિકોને ભાગ લેવાની મંજૂરી આપી હતી. 


Forbes: નાણામંત્રી Nirmala Sitharaman દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ


Farmers Protest પર આપ્યું હતું નિવેદન
ગત અઠવાડિયે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલન પર નિવેદનબાજી કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે આંદોલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે કેનેડા દુનિયાભરમાં ક્યાંય પણ થતા શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે હંમેશા ખડેપગે રહેશે. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈ કમિશનરને તલબ કર્યા હતા. તેમને કહેવાયું હતું કે ભારતીય ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર કેનેડિયન પ્રધાનમંત્રી અને તેમના કેટલાક કેબિનેટ મંત્રીઓની ટિપ્પણી ભારતના આંતરિક મામલાઓમાં અસ્વીકાર્ય હસ્તક્ષેપ સમાન છે.  


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube