Bado Badi Deleted From YouTube: તમે પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત 'બદો બદી' ઘણું સાંભળ્યું હશે અને ઘણા લોકોએ તેના પર રીલ પણ બનાવી છે. લોકોએ આ ગીત પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી અને તેના પર મીમ્સ પણ વાયરલ થયા. પરંતુ હવે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. આ ગીતની માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, મોટાભાગના લોકો ચાહત ફતેહ અલી ખાનને બદો બદી ગીત માટે ટ્રોલ કરી રહ્યા છે. દરમિયાન, હવે ગાયક માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં તેનું બદો બદી ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. બદો બદી આ દિવસોમાં યુટ્યુબ પર સૌથી વધુ વ્યુઝ મેળવનાર ગીતોમાંનું એક હતું. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શા માટે ગીત દૂર કરવામાં આવ્યું
પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાનનું ગીત બદો બદી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ચાહતની વિચિત્ર ગાયિકી અને મ્યુઝિક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું અને ટૂંક સમયમાં જ આ ગીત સૌથી મોટા મીમ્સમાંથી એક બની ગયું. પરંતું યુટ્યુબ પર કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ થઈ છે. જેના બાદ ચાહત ફતેહ અલી ખાનનું ગીત હટાવી દેવામાં આવ્યું છે.


Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયું


અત્યાર સુધી મળ્યા હતા 128 મિલિયનથી વધુ વ્યૂ
બદો બદી ગીતને કોપીરાઈટના કારણે યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં આ ગીત પ્રખ્યાત ગાયિકા નૂરજહાંના ક્લાસિક ટ્રેકનું કવર છે. આ જ ગીતને ચાહત ફતેહ અલી ખાને ગાયું હતું. તેના મ્યુઝિક વીડિયોએ એક મહિનાની અંદર યુટ્યુબ પર 128 મિલિયનથી વધુ વ્યૂ મળી ગાય છે. આ ગીતથી ચાહત ફતેહ અલી ખાન વધારે ફેમસ પણ થયા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે આ ગીત પર કોપીરાઈટ સ્ટ્રાઈક થઈ હતી. કારણ કે ગીતના બોલ નૂરજહાંની 1973ની ફિલ્મ 'બનારસી ઠગ'ના ગીત જેવા જ હતા.



વાયરલ થયું આ ગીત
આ ગીત યુટ્યુબ પર એપ્રિલ 2024 માં મૂકાયું હતું. યુટ્યુબ પર આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા છે. તેમનુ ગીત એટલી હદે વાયરલ થયું છે કે, લોકો હવે તેના પર લાઈવ કોન્સર્ટ કરાવી રહ્યાં છે. આ વીડિયોમાં ઈન્ટરનેટ પર વાયરલ થતા જ ચાહત ફતેહ અલી ખાનની ડિમાન્ડ વધી ગઈ છે.


કોણ છે ચાહત ફતેહ અલી ખાન
પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા 56 વર્ષીય ચાહત ફતેહ અલી ખાનનું અસલી નામ કાશિફ રાણા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. ઈંગ્લેન્ડથી અભ્યાસ કરીને પરત ફર્યા બાદ ચાહત ફતેહ અલી ખાન લાહોરથી ક્રિકેટ રમવા લાગ્યા હતા. લોકડાઉન દરમિયાન તેમણે પોતાના મ્યૂઝિક વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે તેઓ પોપ્યુલર થવા લાગ્યા હતા. તેઓ અનેક પાકિસ્તાની શોમાં પણ જોવા મલ્યાં છે. 


પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલ