નવી દિલ્લીઃ ચીને ‘આર્ટિફિશિયલ સૂર્ય’ એટલેકે, ‘કૃત્રિમ સૂરજ’ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. સાથે જ ચીને એવો પણ દાવો કર્યો છેકે, અસલી સૂર્ય કરતા 10 ગણો વધારે તાકતવર છે કત્રિમ સૂરજ. ચીને હાલમાં જ એક એવો આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યો છે.. જેની શક્તિ અસલી સૂર્ય કરતાં પણ 10 ગણી વધારે હોવાનો દાવો કર્યો છે. એક ઇન્ટરનેશનલ ન્યુઝ રિપોર્ટ અનુસાર, ચીનના આ બનાવટી સૂર્યનું તાપમાન 16 કરોડ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયુ હતુ.. જે આપણા સૂર્ય કરતાં 10 ગણુ વધારે થવા જાય છે. અને કૃત્રિમ સૂર્યનું આ તાપમાન 100 સેકન્ડ સુધી જાળવી રાખ્યુ જે એક મોટી ઉપલબ્ધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અસલી સૂર્ય કરતાં 10 ગણો તાકતવર:
આ રિએક્ટરે 100 સેકન્ડ સુદી 12 કરોડ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન પેદા કર્યુ. સૂર્યનું તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે.. જ્યારે ચીનના આ શક્તિશાળી આર્ટિફિશિયલ સૂર્યનું તામપાન 120 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યુ છે. જે આપણા સૂર્ય કરતા 10 ગણો વધારે છે.


સાઇકલની શોધ કોણે કરી? જાણો કેવી રીતે બની હતી પહેલી સાઇકલ


અમારા માટે મોટી સફળતા : ચીની વૈજ્ઞાનિક
ચીનના શેંજેનમાં સ્થિત દક્ષિણી વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ફિઝીક્સ ડિપાર્ટમેન્ટના નિર્દેશક લી મિયાઓએ કહ્યુ કે હવે આગામી થોડા સમય સુધી સ્થિર તાપમાન પર આ પ્રોજેક્ટને ચલાવવાનો છે.. 100 સેકન્ડ સુધી 16 કરોડ ડિગ્રીનું તાપમાન બનાવી રાખવુ પણ અમારા માટે મોટી સફળતા છે અને તેને સ્થિર રાખવા પ્રયત્નો કરાશે.



પ્રકાશ તો મળશે જ સાથે ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી:
ચીન સતત પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં પોતાની રીસર્ચ ક્ષમતાને વધારવાના પ્રયત્નો કી રહ્યુ છે. ચીની વૈજ્ઞાનિકોને આશા છે કે પ્રાયોગિક ધોરણે સુપરકંડક્ટિટ ટોકામેકથી ચીનને એક મોટો નવો ઉર્જા સ્ત્રોત મળી જશે.. આર્ટિફિશિયલ સૂર્યથી પ્રકાશ પણ મળશે અને ઉર્જા સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં લેવાશે.


મહેસાણાના આ ગામમાં હજુ નથી ઘુસી શક્યો કોરોના, જાણો શું છે એના પાછળનું રહસ્ય


ચીનના અનહુઇમાં ચાલી રહ્યુ છે રિસર્ચ:
ચીનના અનહુઇ રાજ્યમાં એક રિએક્ટરમાં આ કૃત્રિમ સૂર્યને બનાવાયો છે. જેમાં ન્યુક્તિઅર ફ્યુઝનની મદદ લેવાઇ છે. જેમાં ગરમ પ્લાઝ્મા પર પ્રક્રિયા કરી સ્ટોંગ મેગ્નેટિક ફીલ્ડનું નિર્માણ કરાય છે. જેમાથી વિપુલ પ્રમાણમાં ઉર્જા અને ગરમી પેદા થાય છે.


Mother Milk: દુનિયામાં પહેલીવાર લેબમાં તૈયાર થયું માતાનું દૂધ, જાણો ક્યારે આવશે બજારમાં


શું છે ન્યુક્લિઅર ફ્યુઝન?
ન્યુ્ક્લિઅર ફ્યુઝન એટલે બે પરમાણુનું એક પરમાણુમાં એકીકરણ થવુ.. આ પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યમાં હાઇડ્રોજન પરમાણુ પરસ્પર અથડાઇને નવા હિલિયમ પરમાણુમાં રૂપાંતરિત થતા હોય છે અને વિકિરણોના રૂપમાં ઉર્જા ફેંકાતી રહે છે. સામાન્ય રીતે આ જ ટેકનીકનો ઉપયોગ કરીને હાઇડ્રોઝન બોમ્બ બનાવાય છે.



અત્યાર સુધી કોઇ દેશે નથી પેદા કર્યુ આટલુ તાપમાન:
ચીનના આર્ટિફિશિયલ સૂરજમાં લાગેલા ન્યુક્લિઅક ફ્યુઝન રિએક્ટર શરૂ થતાની સાથે જ વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યો છે.. મહત્વનું છે કે ધરતી પર અત્યારસુધી કોઇ પણ દેશે આટલા પ્રમાણમાં કૃત્રિમ તાપમાન પેદા નથી કર્યુ..
આ રિએક્ટરને પહેલીવાર ગત વર્ષે 2020માં સ્ટાર્ટ કરાયો હતો.


Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!


અન્ય દેશ પણ બનાવી રહ્યા છે કૃત્રિમ સૂર્ય:
ફ્રાન્સમાં દુનિયાની સૌથી મોટી પરમાણુ સંલયન અનુસંધાન પરિયોજના ચાલી રહી છે. જેને 2025 સુધીમાં પૂરી થવાનો લક્ષ્યાંક છે. તો દક્ષિણ કોરિયા કોરિયા સુપરકન્ડક્ટિંગ ટોકામેક એડવાન્સ રિસર્ચ દ્વારા પોતાનો કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે.. જે 20 સેકન્ડ માટે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સ્થિર રાખવા સફળ રહ્યુ છે. 


FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube