મહેસાણાના આ ગામમાં હજુ નથી ઘુસી શક્યો કોરોના, જાણો શું છે એના પાછળનું રહસ્ય
કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સિદ્ધ થઈ છે. બીજી લહેરમાં કોરોનાની ઝપેટમાં આવેલાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં કાળમુખો કોરોના પગપેસારો નથી કરી શક્યો.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સિદ્ધ થઈ છે. બીજી લહેરમાં કોરોનાની ઝપેટમાં આવેલાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં કાળમુખો કોરોના પગપેસારો નથી કરી શક્યો.
અમે વાત કરી રહ્યાં છીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલાં લીમડી ગામની. જીહાં, તમને વાંચીને જરૂર નવાઈ લાગી હશે પણ આ હકીકત છે. કોરોનાના કહેરથી જ્યારે અમેરિકા જેવી મહાસત્તા પણ નથી બચી શકી ત્યારે ગુજરાતના એમાંય મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના આ નાનકડાં ગામડાં એવી તો શું દવા કરી કે કોરોના તેમનાથી ડરવા લાગ્યો.
ખેરાલુ તાલુકાનું લીમડી ગામ આજ દિન સુધી કોરોનાથી મુક્ત રહ્યું. હજુ સુધી આ ગામમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. લીમડી ગામમાં અંદાજીત 3500 ની વસ્તી ધરાવતું ગામ છે. એક તરફ મહેસાણા જિલ્લા માં કોરોના નો કહેર જોવા મળ્યો હતો તો બીજી તરફ ખેરાલુના લીમડી ગામમાં કોરોના હજુ સુધી ઘુસી શક્યો નથી. આ તો ખુબ જ મોટી રાહતના સમાચાર છે. જોકે, સવાલ એ પણ થાય છેકે, આ ગામમાં એવું તો શું છે અથવા તેની પાછળ એવું શું રહસ્ય છેકે, કોરોના હજુ સુધી અહીં પ્રવેશ કરી શક્યો નથી. ગામના એક પણ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો નથી. આની પાછળ શું રહસ્ય છે તે પણ જાણવા જેવું છે.
આ મુદ્દે ઝી 24 કલાકની ટીમે જ્યારે સ્થાનિકો સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતુંકે, કોરોનાની જ્યારે શરૂઆત થઈ સમાચારોમાં આવ્યું તે સમયથી જ અમે અમારા ગામમાં સતર્કતા વધારી દીધી હતી. પહેલાં દિવસથી જ ગ્રામજનો સાવચેતી રાખે છે. કોઈ બહારથી અહીં આવતું નથી. અને અહીંથી કોઈ ખાસ બહાર જતું નથી. કોઈ કારણ સર જવું પડે બહાર તો પણ બધી જ સાવચેતી રાખવામાં આવે છે. એટલું જ નહીં બહારની વ્યક્તિને જો ગામમાં પ્રવેશ કરવો હોય તો પહેલાં તેને કોરોનાનો રિપોર્ટ કરાવવો પડે છે. રિપોર્ટ નેગેટિવ આવે તો જ તે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે. ગ્રામજનોની જાગૃતતાને કારણે જ આજદિન સુધી લીમડી ગામમાં કોરોના પગપેસારો કરી શક્યો નથી.
ગ્રામજનોની જાગરુખકતા અને સાથ-સહકારને કારણે જ આ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં લીમડીના ગ્રામજનોએ પોતાની સુજબુજ અને ધીરજ દર્શાવીને આ અજ્ઞાત શત્રુ સાથેની લડાઈ મક્કમતાથી લડી છે. ખરેખર ગુજરાતના બીજા ગામડાંઓએ પણ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલાં નાનકડાં એવા લીમડી ગામ પાસેથી અહીંના ગ્રામજનો પાસેથી આ અનુશાસન અને આ આયોજન શીખવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે