બિજિંગઃ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના કસ્ટમ વિભાગે તેમના દેશમાં પ્રિન્ટ કરવામાં આવેલા વિશ્વના નકશાની 30,000 નકલોનો નાશ કરી નાખ્યો છે, કારણ એટલું જ છે કે તેમાં અરૂણાચલ પ્રદેશ અને તાઈવાનને ચીનનો ભાગ દર્શાવાયા ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ચીન ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણે છે. ભારતીય નેતાઓની અરૂણાચલ પ્રદેશની દરેક મુલાકાતને ચીન હંમેશાં વખોડતું આવ્યું છે. 


ભારતનો દાવો છે કે, અરૂણાચલ પ્રદેશ તેનો આંતરિક ભાગ છે અને તેની સરહદની અદર આવે છે. આ કારણે બારતના નેતાઓ અરૂણાચલપ્રદેશની અવાર-નવાર મુલાકાત લેતા રહે છે, જેવી રીતે તેઓ દેશના અન્ય ભાગની મુલાકાત લેતા હોય છે. 


ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજાને ટ્રમ્પે આપી માન્યતા, સીરિયાએ કર્યો વિરોધ


ચીન અને બારત વચ્ચે વિવાદિત 3,488 કિમી લાંબી લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) મુદ્દે અત્યાર સુધીમાં 21 જેટલી વાટાઘાટો યોજાઈ ચૂકી છે, પરંતુ તેમાં આ મુદ્દે સમાધાન નિકળી શક્યું નથી.


આ જ રીતે તાઈવાવના વસ્તીવિહોણા ટાપુ પર પણ ચીન પોતાનો દાવો રજૂ કરતો આવ્યું છે. 


ઇરાનમાં આવેલા પૂરનો વધ્યો પ્રકોપ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત


રાષ્ટ્ર સંચાલિત ગ્લોબલ ટાઈમ્સમાં મંગળવારે પ્રકાશિત રિપોર્ટ મુજબ આ નકશાઓની નિકાસ કરવાની હતી. લગભગ 30,000 જેટલા 'ખોટા' વિશ્વના નકશા, કે જેમાં તાઈવાનને એક અલગ દેશ અને સીનો-ઈન્ડિયન બોર્ડરને દોરવામાં આવી હતી, તેનો ચીનના ક્વિંગડાઓના કસ્ટમ અધિકારીઓ દ્વારા નાશ કરાયો હતો. 


આ અંગે ચીનની ફોરેન અફેર્સ યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ લો વિભાગના વડા પ્રોફેસર લી વેનઝોંગે જણાવ્યું કે, "ચીને વૈશ્વિક નકશાના બજાર માટે બનેલા આ નકશાનો જે નાશ કર્યો છે તે કાયદેસર અને જરૂરી પગલું હતું. કારણ કે, દેશની સાર્વભૌમક્તા અને પ્રાદેશિક અખંડતિતા સૌથી મહત્તવની બાબતો છે. તાઈવાન અને દક્ષિણ તિબેટ ચીનનો પ્રાદેશિક ભાગ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાને કારણે તેને ગેરકાયદે રીતે વિખૂટા પાડી દેવાયા છે."


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...