ઇરાનમાં આવેલા પૂરનો વધ્યો પ્રકોપ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત

ઇરાનની કટોકટી સેવાઓએ સોમવારે કહ્યું કે ઇરાનના મોટાભાગના પ્રાંતોમાં આવેલા પૂરમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 90થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે

ઇરાનમાં આવેલા પૂરનો વધ્યો પ્રકોપ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત

તેહરાન: ઇરાનની કટોકટી સેવાઓએ સોમવારે કહ્યું કે ઇરાનના મોટાભાગના પ્રાંતોમાં આવેલા પૂરમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 90થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત કર્મીઓએ જણાવ્યું કે દક્ષિણના શહેર શિરાઝમાં જાનહાનીના આંકડાની વાત કરીએ તો અહીં 17 લોકોના મોત થયા જ્યારે 94 લોક ઘાયલ થયા છે. ત્યારે પશ્ચિમ પ્રાંત કરમનશાહના સરપોલ-એ ઝાહબ અને લોરેસ્તાનમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે ઇરાન તેના 31 માંથી 25 પ્રાંતમાં અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું છે.

પૂરનો તાજનો મુદ્દો મોટાભાગે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઇરાનમાં સામે આવ્યો છે. જ્યાં 19 માર્ચના ઉત્તર પૂર્વ ગોલેસ્તાન અને મજ્નારન પ્રાંતોમાં આવેલા ભારે પૂર પછી આ પ્રકારના પૂરની ઘટના સામે આવી છે. આ બંને પ્રાંતોમાં આવેલા પૂર માટે જાનહાનીના કોઇ સત્તાવાર આંકડા આપવામાં આવ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news