અમેરિકાના જાસૂસી પ્લેન દેખાયા બાદ ચીને South China Seaમા લોન્ચ કરી `કિલર` મિસાઇલ
China-US Tension: અમેરિકી જાજૂસી વિમાન U-2 દેખાયા બાદ દક્ષિણ ચીન સાગરમાં ચીને પોતાની યુદ્ધજહાજ કિલર મિસાઇલ લોન્ચ કરી છે.
પેઇચિંગઃ ચીની સેનાએ દક્ષિણી ચીન સાગરમાં બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે, જેમાં એક 'કેરિયર મિસાઇલ' પણ સામેલ છે. સૈન્ય નિષ્ણાંતોનું કહેવું છે કે તેને અમેરિકી સેના પર હુમલા માટે વિકસિત કરવામાં આવી હોઈ શકે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે ચીની સેનાના અજાણ્યા નજીકના સૂત્રના હવાલાથી માહિતી આપી કે DF-26B અને DF-21D મિસાઇલોને બુધવારે દક્ષિણી દ્વીપ પ્રાંત હૈનાન અને પાર્સલ દ્વીપસમૂહો વચ્ચે વાળા વિસ્તારમાં લોન્ચ કરવામાં આવી હતી.
આ માટે કહેવામાં આવે છે 'કિલર મિસાઇલ'
બુધવારે કરવામાં આવેલા આ પરીક્ષણ ચીનની તે ફરિયાદ બાદ થયા છે જેમાં તેણે કહ્યું હતું કે, અમેરિકી U-2 જાસૂસી વિમાન પેઇચિંગના જાહેર 'નો ફ્લાઈ ઝોન'માં ઘુસી ગયું હતું. DF-21નું નિશાન અસામાન્ય રૂપથી ચોક્કસ હોય છે અને તેને સૈન્ય નિષ્ણાંત 'કેરિયર કિલર' કહે છે, જેનું માનવું છે કે આ મિસાઇલને અમેરિકી વિમાનને નિશાન બનાવવા માટે વિકસિત કરવામાં આવી છે, જે ચીનની સાથે સંભવિત સંઘર્ષમાં સામેલ થઈ શકે છે.
ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ
સેનાનો વિસ્તાર કરવાનો પ્રયાસ
પેઇચિંગે છેલ્લા બે દાયકામાં મિસાઇલો, લડાકૂ વિમાનો, પરમાણુ સબમરીન અને અન્ય હથિયારોને વિકસિત કરવાના પ્રયાસમાં ખૂબ ખર્ચ કર્યો છે, જેથી તે પોતાની સરહદની બહાર પણ પોતાની સેનાને વિસ્તાર આપી શકે. ખબરમાં જણાવવામાં આવ્યું છે કે DF-21Dને પૂર્વી કિનારા પર શંઠઘાઈના દક્ષિણમાં સ્થિત જેઝિયાંગ પ્રાંતથી પ્રોજેક્ટ કરવામાં આવી હતી.
વિશ્વના સૌથી વ્યસ્ત વ્યાપાર માર્ગોમાંથી એક દક્ષિણ ચીન સાગર પર નિયંત્રણને લઈને વધતો વિવાદ પેઇચિંગના વોશિંગટન અને તેના દક્ષિણી પાડોસી દેશોની સાથે સંબંધોમાં સતત તણાવ ઉભો કરી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને વિવાદિત ક્ષેત્રના મોટાભાગના વિસ્તાર રપર સંપ્રભુતાના પેઇચિંગના દાવાને આ વર્ષે નકારી દીધો હતો. તેના કેટલાક ભાગ પર વિયતનામ, ફિલીપીન અને અન્ય દેશની સરકારો પણ દાવો કરે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube