ચીને આપ્યો `દોસ્ત` બાંગ્લાદેશને મોટો ઝટકો, પોતાની કોરોના વેક્સિનની ટ્રાયલ માટે માગ્યા પૈસા
China Bangladesh Relations: બાંગ્લાદેશે અમેરિકાની સાથે ઓપન સ્કાઈ સંધિ કરવાની સાથે ચીને પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાંગ્લાદેશની સાથે રણનીતિક ભાગીદારીને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાની વાત કરી રહ્યાં હતા.
ઢાકાઃ બાંગ્લાદેશે અમેરિકાની સાથે ઓપન સ્કાઈ સંધિ કરવાની સાથે ચીને પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાંગ્લાદેશની સાથે રણનીતિક ભાગીદારીને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાની વાત કરી રહ્યાં હતા. તો મંગળવારે ચીનની સિનોવેક કંપનીએ પોતાની કોરોના વાયરસ વેક્સિનની ટ્રાયલ બાંગ્લાદેશમાં બંધ કરી દીધી છે.
ચીની કંપનીએ ટ્રાયલ માટે માગ્યા પૈસા
ચીની કંપનીએ બાંગ્લાદેશી અધિકારીઓને કહ્યું કે, જો તેણે કોરોના વેક્સિનની ટ્રાયલ પોતાના દેશમાં કરાવવી છે તો તેનું ફન્ડિંગ કરવું પડશે. મહત્વનું છે કે દુનિયાભરમાં આ સમયે ઘણા વેક્સિન નિર્માતા પોતાના પૈસા પર બીજા દેશોમાં ફ્રીમાં ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યાં છે. ખુદ ચીન પર ઓછામાં ઓછા 11 દેશોમાં પોતાની કોરોના વાયરસ વેક્સિનની ટ્રાયલ ફ્રીમાં કરી રહ્યું છે. તેવામાં બાંગ્લાદેશ જેવા નાના અને અપેક્ષાએ ગરીબ દેશમાં પૈસા માગવા ચીનની એક ચાલ હોઈ શકે છે.
શેખ હસીના સુધી પહોંચ્યો મામલો
સ્વાસ્થ્ય સચિવ અબ્દુલ મન્નાને બાંગ્લાદેશના સમાચાર પત્ર ડેલી સ્ટારને જણાવ્યુ કે, સિનોવેક કંપનીએ કહ્યું કે, અમે તમારા દેશમા ફરીથી વેક્સિનની ટ્રાયલ શરૂ કરી શકીએ. પરંતુ તેના માટે ફંડ આપવું પડશે. તેમણે કહ્યું કે, અમે પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કર્યા બાદ નિર્ણય કરીશું. તેમણે કહ્યું કે, અમે સિનોવેક પર નિર્ભર નથી. સરકાર વેક્સિન વિકસિત થયા બાદ અન્ય બધા વિકલ્પ વિચારી રહી છે.
Nobel Prize 2020: Emmanuelle Charpentier અને Jennifer A. Doudnaને મળ્યો કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર
સિનોવેક કંપની બાંગ્લાદેશની સાથે રમી રહી છે રમત
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીની કંપની સિનોવેકે જે પત્ર બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલ્યો છે તેમાં ફન્ડિંગની માત્રા જણાવી નથી. આ કંપનીની સાઇટ પર પણ હવે વેક્સિનની બાંગ્લાદેશમાં ટ્રાયલને લઈને કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. મહત્વનું છે કે સિનોવેકે કોરોનાવેક નામથી એક વેક્સિન બનાવી છે જેની ક્લિનિકલ ટ્રાયલ ઘણા દેશોમાં ચાલી રહી છે.
બાંગ્લાદેશના સહારે ભારતને ઘેરવાના પ્રયાસમાં ચીન
ચીન પોતાના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (બીઆરઆઈ)મા બાંગ્લાદેશને સામેલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ પરિયોજનાની મદદથી બંગાળની ખાડીમાં ચીન પોતાની પહોંચ બનાવવા ઈચ્છે છે. આ ક્ષેત્રમાં ભારતના અંડમાન નિકોબાર અને વિશાખાપટ્ટનમ સહિત ઘણા નેવલ બેસ અને રણનીતિક ઠેકાણા છે. ચીનનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશને સાથે લઈને ભારતને ઘેરવાનો છે. તે હિંદ મહાસાગરમાં શ્રીલંકા અને માલદીવને પહેલાથી જ પોતાના દેવાની જાળમાં ફસાવી ચુક્યું છે. નેપાળ પહેલાથી ચીનની ભાષા બોલી રહ્યું છે અને પાકિસ્તાનતો તેનું ખાસ મિત્ર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube