Nobel Prize 2020: Emmanuelle Charpentier અને Jennifer A. Doudnaને મળ્યો કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર
કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)મા વર્ષ 2020 માટે નોબલ પુરસ્કાર (Nobel Prize in Chemistry for 2020)ની જાહેરાત બુધવારે કરી દેવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર ઇમ્મૈન્યુઅલ શાર્પેચી (Emmanuelle Charpentier) અને જેનફિર ડાઉડના (Jennifer A. Doudna)ને જીનોમ એડિટિંગની રીત શોધવા માટે આપવામાં આવ્યો છે.
Trending Photos
સ્ટોકહોમઃ કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)મા વર્ષ 2020 માટે નોબલ પુરસ્કાર (Nobel Prize in Chemistry for 2020)ની જાહેરાત બુધવારે કરી દેવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર ઇમ્મૈન્યુઅલ શાર્પેચી (Emmanuelle Charpentier) અને જેનફિર ડાઉડના (Jennifer A. Doudna)ને જીનોમ એડિટિંગની રીત શોધવા માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર દ્વારા તે કાર્યોને સન્માનિત કરવામાં આવે છે, જેનો આજ વ્યવહારિક રૂપમાં વિસ્તૃત ઉપયોગ થઈ રહ્યો છે.
પાછલા વર્ષે કોને મળ્યો હતો
સ્ટોકહોમમાં 'સ્વીડિશ એકેડમી ઓફ સાઇન્સેઝ'ની પેનલે બુધવારે વિજેતાઓની જાહેરાત કરી હતી. પાછલા વર્ષે લિથિયમ-આયન બેટરી બનાવનાર વૈજ્ઞાનિકો- જોન બી ગુડઇનફ, એમ સ્ટૈનલી વિટિંઘમ અને અકીરા યોશિનોને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોબલ પુરસ્કાર હેઠળ એક ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના (આશરે 8.20 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલના નામ પર આપવામાં આવે છે.
BREAKING NEWS:
The 2020 #NobelPrize in Chemistry has been awarded to Emmanuelle Charpentier and Jennifer A. Doudna “for the development of a method for genome editing.” pic.twitter.com/CrsnEuSwGD
— The Nobel Prize (@NobelPrize) October 7, 2020
ફિઝિક્સ અને મેડિસિનના પુરસ્કાર આપવામાં આવ્યા
આ પહેલા બ્લેક હોલ સંબંધી શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બ્રિટનના રોજર પેનરોઝને બ્લેકહોલ સંબંધી શોધ માટે અને જર્મનીના રીનહાર્ડ ગેલેન્ઝ અને અમેરિકાની એન્ડ્રિયા ગેઝને આકાશગંગાના કેન્દ્રમાં 'સુપરમેસિવ કોમ્પેક્ટ ઓબજેક્ટ'ની શોધ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. તો મેડિસિનનો નોબલ પુરસ્કાર અમેરિકી વૈજ્ઞાનિકો- હાર્વે જે ઓલ્ટર અને ચાર્લ્સ એમ રાઇસ અને બ્રિટનમાં જન્મેલા વૈજ્ઞાનિક માઇકલ હફટનને આપવાની જાહેરાત થઈ છે.
ટ્રમ્પ પણ છે રેસમાં
નોબલ પુરસ્કાર આપનારી સંસ્થા પ્રમાણે આ સપ્તાહે કેમેસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રના નોબલ પુરસ્કારોની જાહેરાતો થશે. તો અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારોની જાહેરાત આગામી સોમવારે થશે. મહત્વનું છે કે આ વખતે શાંતિના નોબલ પુરસ્કારોની રેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે શાંતિ ડીલ કરાવવા માટે નોમિનેટ કરાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે