થિમ્પુ: સાઉથ ચાઈના સીથી લઈને લદાખ (Ladakh)  સુધી દાદાગીરી દેખાડતા ચીની ડ્રેગને હવે ભૂતાન (Bhutan) ની એક નવી જમીન પર પોતાનો દાવો ઠોક્યો છે. ચીને (China)  ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી બેઠકમાં ભૂતાનના સકતેંગ વન્યજીવ અભ્યારણ્યની જમીનને 'વિવાદિત' ગણાવી દીધી. આ સાથે જ આ પ્રોજેક્ટને થનારા ફંડિંગનો 'વિરોધ' કરવાનો પ્રયત્ન કર્યો. ભૂતાને ચીનના આ પગલાંનો આકરો વિરોધ કર્યો અને જમીનને પોતાનું અભિન્ન અંગ ગણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીના દાવાથી બિલકુલ ઉલટુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અભ્યારણ્યની જમીનને લઈને ક્યારેય કોઈ વિવાદ રહ્યો નથી. જો કે ભૂતાન અને ચીન વચ્ચે હજુ પણ સીમાંકન થયું નથી. ચીનની આ નાપાક ચાલનો ભૂતાને આકરો વિરોધ કર્યો. ભૂતાને ચીનના આ દાવા પર આપત્તિ જતાવતા કહ્યું કે સાકતેંગ વન્યજીવ અભ્યારણ્ય ભૂતાનનો અભિન્ન અને સાર્વભૌમ હિસ્સો છે.'


વન્યજીવ અભ્યારણ્ય કોઈ વૈશ્વિક ફંડિંગનો હિસ્સો રહ્યો નથી
એક રિપોર્ટ મુજબ આ સમગ્ર વિવાદમાં રસપ્રદ વાત એ રહી કે આ વન્યજીવ અભ્યારણ્ય ક્યારેય કોઈ પણ વૈશ્વિક ફંડિંગનો હિસ્સો રહ્યો નથી. પહેલીવાર જ્યારે આ અભ્યારણ્યને પૈસા આપવાની વાત સામે આવી તો ચીને તક ઝડપી લીધી અને જમીન પર પોતાનો દાવો ઠોકી દીધો. જો કે ચીનના વિરોધ બાદ પણ કાઉન્સિલે આ પ્રોજેક્ટને પોતાની મંજૂરી આપી દીધી. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube