New Parliament Building: નવા સસંદ ભવનના ચીને કર્યા ભરપેટ વખાણ, વિરોધ કરનારાઓને લાગશે મરચા!
New Parliament Of India: ચીને ભારતના નવા સંસદ ભવનને લઈને ખુબ વખાણ કર્યા છે. ચીને ઉપનિવેશવાદની નિશાનીઓને હટાવવાની કડીમાં આ એક મહત્વનું પગલું ગણાવ્યું છે.
China Praises New Indian Parliament: ભારતમાં હાલમાં જ નવા બનેલા સંસદ ભવનનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થયું. જો કે આ મુદ્દે વિપક્ષે વિરોધ કર્યો અને કોંગ્રેસ, આપ, ટીએમસી, આરજેડી, જેડીયુ સહિત લગભગ 20 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર પણ કર્યો. વિપક્ષી દળો માંગણી કરી રહ્યા હતા કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે થવુંજોઈતું હતું. તેમણે રાષ્ટ્રપતિને સમારોહમાં ન બોલાવવા અંગે પણ વિરોધ કર્યો હતો. આ બધા વચ્ચે હવે ચીને ભારતના આ નવા સંસદ ભવન પર રિએક્શન આપ્યું છે. ચીને ભારતના નવા સંસદ ભવનના વખાણ કર્યા છે. ચીની સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં આ અંગે એક વિસ્તૃત લેખ લખાયો છે.
ચીને કરી પ્રશંસા
ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ભારતના નવા સંસદ ભવન અંગે ચીને લખ્યું કે અમે નીતિયુક્ત અને ભાવમય રીતે ભારતના ડિકોલોનાઈઝનો સપોર્ટ કરીએ છીએ. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું રવિવારે ઉદ્ધાટન કર્યું. બ્રિટિશ કોલોનિયલ પીરિયડ દરમિયાન લગભગ એક સદી પહેલા બનેલા જૂના સંસદ ભવનને મ્યૂઝિયમમાં ફેરવવામાં આવશે. નવા સંસદ ભવનને મોદી સરકારની સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુખ્ય પરિયોજના માનવામાં આવે છે. સેન્ટ્રલ વિસ્ટાનો મેઈન હેતુ નવી દિલ્હીને કોલોનિયમલ કાળની નિશાનીથી મુક્ત કરવાનો છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નવું સંસદ ભવન ફક્ત બિલ્ડિંગ નથી તે આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનો સાક્ષી બનશે.
બ્રિટિશ ઉપનિવેશવાદ પર શું કહ્યું?
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ડ્રેગને કહ્યું કે નવા પાર્લિયામેન્ટના બિલ્ડિંગની કિંમત લગભગ 120 મિલિયન ડોલર છે. તેમાં કમળનું ફૂલ, મોર અને વડના ઝાડ જેવા રાષ્ટ્રીય પ્રતિક પણ છે. જે ભારતની ટ્રેડિશનલ હિસ્ટ્રી અને કલ્ચર દેખાડે છે. આ ભારતીય સરકારના ડિકોલોનાઈઝેશન (વસાહતીવાદ) ઉપાયોની સિરીઝનો એક મહત્વનો હિસ્સો છે. ભારત લગભગ 200 વર્ષ સુધી બ્રિટનનું ઉપનિવેશ રહ્યું હતું. ભારતમાં કોલોનિયલ પ્રભાવના નિશાન ઊંડા અને વ્યાપક બંને છે.
દક્ષિણ ચીન સાગરમાં US અને ચીન ટકરાયા! ડ્રેગનના ફાઈટર જેટે ઝટકો આપતાં US હચમચ્યું
હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે
ન્યૂડ મુસાફરોથી લઈને બિકિનીવાળી એરહોસ્ટેસ...આ છે દુનિયાની અજીબોગરીબ ફ્લાઈટ્સ
ભારતના આ પગલાંના કર્યા વખાણ
ગ્લોબલ ટાઈમ્સમાં એ પણ લખવામાં આવ્યું કે આ અગાઉ 1968માં ભારત સરકારે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ સામે લાગેલી કિંગ જ્યોર્જ પંચમની પ્રતિમાને હટાવી હતી. ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2022ના રોજ ભારત સરકારે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ ઈન્ડિયા ગેટ સામે સ્થિત રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube