Weird Airlines: ન્યૂડ મુસાફરોથી લઈને બિકિનીવાળી એરહોસ્ટેસ...આ છે દુનિયાની અજીબોગરીબ ફ્લાઈટ્સ
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કેટલીક એરલાઈન કંપનીઓએ હવાઈ યાત્રાને સ્પાઈસી બનાવવા માટે કેટલા અનોખા તરીકે કાઢ્યા છે. તમારો સીટ બેલ્ટ બાંધી લો કારણ કે આ ટેકઓફ યાત્રા તમને ઝટકો પણ આપી શકે છે.
Trending Photos
Strangest flights in world: અંતર ઓછું હોય કે વધારે, મુસાફરી કરવાનો સૌથી એડવાન્સ અને પ્રભાવી તરીકે હવાઈ મુસાફરી જ છે. હાલમાં દુનિયામાં ખૂણે ખૂણેથી હજારો ફ્લાઈટ્સ રોજ ઉડાણ ભરતી હોય છે. ફ્લાઈટ્સથી મુસાફરોનો કિંમતી સમય બચે છે. પરંતુ જો મુસાફરી લાંબી થઈ તો વાસ્તવામાં તે ખુબ અકળાવનારી હોય છે. ફ્લાઈટમાં સવાર થતા પહેલા આપણે તમામ સુરક્ષા તપાસથી પસાર થવું પડે છે. બોર્ડિંગ દરમિયાન લાંબી લાઈનમાં લાગીને પોતાના વારાની રાહ જોવી કે પછી લાંબી યાત્રામાં ફ્લાઈટમાં ફક્ત વાદળોને નીહારીને સમય પસાર કરવો પડે છે. આવામાં તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કેટલીક એરલાઈન કંપનીઓએ હવાઈ યાત્રાને સ્પાઈસી બનાવવા માટે કેટલા અનોખા તરીકે કાઢ્યા છે. તમારો સીટ બેલ્ટ બાંધી લો કારણ કે આ ટેકઓફ યાત્રા તમને ઝટકો પણ આપી શકે છે.
જર્મન ન્યૂડ એરલાઈન સર્વિસ
એક જર્મન એરલાઈન કંપનીએ મુસાફરોને જર્મન શહેર એરફર્ટથી કેટલાક લોકપ્રિય બાલ્ટિક સમુદ્રી રિસોર્ટ્સ સુધી કપડાં વગર ઉડાણ ભરવા દેવાનો એક વિચિત્ર વિચાર રજૂ કર્યો. 2008માં લોન્ચ કરાયો, મુસાફરોને બોર્ડિંગ અને ડીપ્લેનિંગ સમયે કપડાં પહેરવા માટે કહેવાયું હતું. જો કે તેમને જહાજ પર સંપૂર્ણ રીતે ન્યૂડ થવાની મંજૂરી હતી.
બિકિની વેરમાં ફ્લાઈટ એટેન્ડન્ટ
એક વધુ વિવાદાસ્પદ એરલાઈન કંપની- વીયેતજેટ એવિએશન (VietJet Aviation) એ બિકિની પહેરેલી મહિલાઓને ફ્લાઈટ એટેન્ડેન્ટ તરીકે લાવવાની એક નવી રણનીતિ લાગૂ કરી. વિયેતજેટ એવિએશનના સીઈઓ, ગુયેનથી ફુઓંગ થાઓ એ વ્યક્તિ હતા જેમણે આ યોજનાનો વિચાર આવ્યો હતો. ફોર્બ્સ્ મુજબ નવોદિત અબજપતિએ વિચાર્યું કે હવાઈયન નૃત્ય કરનારી મહિલાઓ ફક્ત બિકિની પહેરીને વિયેતનામમાં ઘરેલુ માર્ગ શરૂ કરવામાં મદદ કરશે.
હેલો, કિટ્ટી એરલાઈન સર્વિસ
આ થીમ આધારિત એરલાઈન સેવા લોકપ્રિય કાર્ટુન હેલો કિટ્ટી પર આધારિત છે જેને જાપાની ડિઝાઈનર યુકો શિમિઝુએ બનાવ્યું છે. આ તાઈવાની એરલાઈનને જાપાનમાં હેલો કિટ્ટી નિર્માતાઓ દ્વારા તેના વિચારને મંજૂરી મળી ગઈ. હેલો કિટ્ટી કાર્ટુન સાથે ડિઝાઈન કરાયેલા સંપૂર્ણ વિમાન ઉપરાંત વિમાનની અંતર મળતી સુવિધાઓ, જેમાં તકિયા, નેપકિન, અને સીટો સામે છે તે તમામ પર હેલો કિટ્ટીનું ચિત્ર છપાયેલું છે.
હૂટર એર
પ્રસિદ્ધ્ અમેરિકી રેસ્ટોરન્ટ શ્રેણી હૂટરે એરલાઈન કંપનીઓની સાથે પણ સહયોગ કર્યો. જો કે હૂટર એરના અસ્તિત્વમાં આવ્યા બાદ આ સેવા હવે સમાપ્ત થઈ ગઈ છે. હવાઈ જહાજે બે હૂટર યુવતીઓ અને ફ્લાઈટ એર હોસ્ટેસને પ્રદાન કરી જે નાના કપડાં પહેરેલા હતા. તેમણે મુસાફરોનું મનોરંજન કર્યું અને તેમને આતિથ્ય સેવાઓની એક વિસ્તૃત શ્રેણી રજૂ કરી.
રાયાની એરલાઈન્સ
મલેશિયામાં 2015માં પરિચાલન શરૂ કરનારી રાયાની એરલાઈન્સ પર બીજા જ વર્ષે પ્રતિબંધ લાગી ગયો. આ એરલાઈને એક કડક નિયમનું પાલન કર્યું જેમાં તમામ મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટને હિજાબ પહેરવાની સૂચના હતી. નમાજ અદા કર્યા બાદ જ મુસાફરોને વિમાનમાં ચડવા દેવામાં આવતા હતા. દારૂનું સેવન પ્રતિબંધિત હતું અને મુસાફરોને ફક્ત હલાલ માસ જ પિરસવામાં આવતું હતું. વિમાને પણ ઈસ્લામિક કાયદાના નિયમો મુજબ ઉડાણ ભરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે