બીજિંગ: ગયા વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ચીનની સાથે હિંસક અથડામણ પછી ભારત અને ચીનની વચ્ચે વચ્ચે તણાવનો માહોલ છે. તો અમેરિકા અને ચીનની વચ્ચે પણ છેલ્લાં કેટલાંક દિવસોથી તણાવ વધ્યો છે. ખાસ કરીને વેપારના મોરચા પર અમેરિકા અને ચીનની વચ્ચે તણાવમાં વધારો થયો છે. પરંતુ હવે ચીને રક્ષા બજેટ વધારીને નવા સવાલને જન્મ આપી દીધો છે કે શું આખરે કોરોના સંકટની વચ્ચે રક્ષા બજેટમાં વધારો ચીન માટે કેમ જરૂરી હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200 અરબ ડોલર કરતાં વધારેનું રક્ષા બજેટ:
ચીનનું રક્ષા બજેટ 2021 માટે 200 અરબ ડોલર કરતાં વધારે થઈ ગયું છે. ચીને શુક્રવારે વર્ષ 2021 માટે પોતાનું રક્ષા બજેટ 6.8 ટકા વધારીને 209 અરબ ડોલર કરી દીધું છે. આ આંકડો ભારતના રક્ષા બજેટની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. તે સતત છઠ્ઠું વર્ષ છે. જ્યારે ચીનના રક્ષા બજેટમાં સિંગલ ડિજિટનો વધારો થયો છે.


અમેરિકાના રક્ષા બજેટ કરતાં વધારે 1 ચતુર્થાંસ જેટલું:
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ બજેટની જાણકારી આપતાં કહ્યું કે આ વર્ષે યોજનાબદ્ધ રક્ષા ખર્ચ 1350 અરબ યુઆન એટલે 209 અરબ અમેરિકી ડોલર હશે. જોકે ચીનનું રક્ષા બજેટ અમેરિકાના રક્ષા બજેટના એક ચતુર્થાંસ જેટલું છે. અમેરિકાનું રક્ષા બજેટ 2021 માટે 740.5 અરબ ડોલર થઈ ગયું છે.


ભારત કરતાં ત્રણ ગણું વધારે રક્ષા બજેટ:
ભારતનું રક્ષા બજેટ પેન્શન સહિત 65.7 અરબ ડોલરની નજીક છે. ભારતનું વર્ષ 2021-22નું કુલ રક્ષા બજેટ 4.78 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2020-21માં આ આંકડો 4.71 લાખ કરોડ રૂપિયા હતો. આ વર્ષે ભારતે રક્ષઆ બજેટને લગભગ 1.4 ટકા વધાર્યું છે. રક્ષા બજેટમાં સૈનિકોના પગાર-ભથ્થા અને પેન્શનનો સમાવેશ થાય છે.


2020નું ચીનનું રક્ષા બજેટ:
ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ચીનનું રક્ષા બજેટ 196.44 અરબ ડોલર રહ્યું હતું. ચીને કોરોના વાયરસના મારના કારણે ગયા વર્ષે પોતાના રક્ષા બજેટમાં 6.6 ટકાનો વધારો કર્યો હતો. અમેરિકા પછી રક્ષા ક્ષેત્ર પર ચીન સૌથી વધારે ખર્ચ કરનારો દેશ છે.


2027 સુધી અમેરિકા જેટલી આધુનિક સેનાનું લક્ષ્ય:
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સશસ્ત્ર સેનામાં કુશળ યુવાઓને આકર્ષિત કરવા માટે પગારમાં 40 ટકાનો વધારો કર્યો છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા વર્ષે એક સંમેલનમાં 2027 સુધી અમેરિકાની જેમ સંપૂર્ણ રીતે આધુનિક સેના બનાવવાની યોજનાને અંતિમ રૂપ આપ્યું હતું. વર્ષ 2027 ચીનની સેનાનું શતાબ્દી વર્ષ પણ છે.


રક્ષા બજેટમાં ભારતની સ્થિતિ:
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારત જીડીપીના હિસાબથી રક્ષા બજેટમાં ટોપ-15 દેશમાં પણ નથી. ઓમાન આ યાદીમાં સૌથી ઉપર છે. ઓમાન કુલ જીડીપીના 8.8 ટકા હિસ્સો રક્ષા પર ખર્ચ કરે છે. સઉદી અરબ આ મામલામાં બીજા નંબર પર છે. તે પોતાની કુલ જીડીપીના 8 ટકા હિસ્સો રક્ષા પર ખર્ચ કરે છે. ઈઝરાયલનું કુલ રક્ષા બજેટ પોતાના કુલ બજેટથી 7થી 7.5 ટકા હોય છે. જ્યારે ભારતનું રક્ષા બજેટ આ વખતે 2.21 ટકા રહ્યું છે. તો ચીનનું રક્ષા બજેટ તેની કુલ જીડીપીના 1.5 ટકાથી ઓછું હોય છે.


આખી દુનિયાનું ડિફેન્સ બજેટ 1917 અરબ ડોલર:
SIPRIના રિપોર્ટ પ્રમાણે 2019માં આખી દુનિયાનું રક્ષા બજેટ 1917 અરબ ડોલર હતું. 2018ની સરખામણીએ તેમાં 3.6 ટકાનો વધારો આવ્યો છે. તેમાંથી ટોપ-15 દેશોએ રક્ષા બજેટ પર કુલ (1917 ટ્રિલિયન ડોલર)નો 62 ટકાની આજુબાજુ ખર્ચ કર્યો.