પેઇચિંગઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી લગભગ એક મહિના પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયા છે. વિશ્વભરના નેતાઓ અને રાષ્ટ્રપ્પમુખોએ ટ્રમ્પના જલદી સાજા થવાની કામના કરી છે. ત્યાં સુધી કે ચીનના કટ્ટર દુશ્મન તાઇવાની રાષ્ટ્રપતિ ત્સાઈ ઇન વેંગે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને ટ્વીટ કર્યું છે. ચીન શરૂઆતથી જ તાઇવાન અને અમેરિકા વચ્ચે વધી રહેલી સંબંધોનું કટ્ટર આલોચક રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને લઈને ચીન પર આક્રમક રહ્યાં છે ટ્રમ્પ
તો ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ઘણીવાર ચીની વાયરસ કહીને સંબોધિત કરી ચુક્યા છે. ટ્રમ્પે હાલમાં સંયુક્ત રાષ્ટ્રના મંચથી કોરોના સંક્રમણ ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. તેઓ જાહેર મંચ પરથી હંમેશા કોરોનાને લઈને ચીન પર નિશાન સાધતા જોવા મળે છે. તેવામાં ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થવા પર ચીનના રિએક્શન પર વિશ્વની નજર ટકેલી હતી. શનિવારે ચીને પણ ટ્રમ્પના સંક્રમિત થવા પર નિવેદન જારી કર્યું છે. 


જિનપિંગે વ્યક્ત કર્યુ દુખ, સાજા થવાની કામના કરી
શિન્હુઆ અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસથી સંક્રમિત પોતાના અમેરિકી સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાના જલદી સાજા થવાની શનિવારે કામના કરી. જિનપિંગે પોતાના સંદેશમાં કહ્યુ કે, ટ્રમ્પ અને મેલાનિયાના કોરોના વાયરસથી સંક્રમિત થવા વિશે શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆને સહાનુભૂતિ પ્રગટ કરી છે. તેમણે ટ્રમ્પ જલદી સાથા થાય તેવી પ્રાર્થના કરી છે. 


લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ 


ચીની રાજદ્વારીઓએ ટ્રમ્પ જલદી સાથા થાય તેવી કામના કરી
આ પહેલા ચીની રાજદ્વારીઓએ પણ ટ્રમ્પ અને અમેરિકાના પ્રથમ મહિલા જલદી સાજા થાય તે માટે કામના કરી. અમેરિકામાં નિયુક્ત ચીની રાજદૂત સી તિયાનકાઈએ એક ટ્વીટમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા જલદી અને સંપૂર્ણ સાજા થાય તેવી પ્રાર્થના કરુ છું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યુ કે, રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયાના સંક્રમિત થયાના સમાચાર જાણીને દુખ થયું. બંન્નેના જલદી સાજા થવાની કામના કરુ છું. 


અમેરિકા અને ચીનમાં તણાવ
અમેરિકા સાથે વધતા સંબંધોને લઈને ઘણીવાર ચીની સેનાના મોટા અધિકારી અને તેનું સરકારી મીડિયા જંગની ધમકી પણ આપી ચુક્યું છે. હાલના દિવસોમાં ઓછામાં ઓછા 40 વખત ચીની લડાકૂ વિમાનો તાઇવાની એરસ્પેસમાં ઘુસી ગયા હતા. ચીની સેનાની ઈસ્ટર્ન કમાન્ડ સતત તાઇવાનની ઘેરાબંધી કરી રહી છે. આ વચ્ચે તાઇવાને અમેરિકા પાસેથી ઘણી ઘાતક મિસાઇલો અને યુદ્ધના જહાજોની ખરીદી માટે ડીલ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube