નવી દિલ્હીઃ ચીને બુધવારે ભારતના એપ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે મંગળવારે સુરક્ષાના કારણોનો હવાલો આપતા ચીની મૂળની 43 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીને ભારતના આ પગલાને વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનો ભંગ ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદ્દાખમાં મે મહિનામાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી આ ચોથીવાર છે જ્યારે ભારતે ચીની મૂળની એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્યાર સુધી ભારતે આશરે 267 ચીની એપને બેન કરી છે. 


રાષ્ટ્રીય સુરક્ષાના બહાના ન બનાવે ભારત
ભારત સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તા જી રોંગે કહ્યુ, ચીન સાથે જોડાયેલી મોબાઇલ એપ્સને બેન કરવા માટે ભારત સતત રાષ્ટ્રીય સુરક્ષાનો સહારો લઈ રહ્યું છે. તેનો અમે વિરોધ કરીએ છીએ. 


ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના સાંસદ ડો. ગૌરવ શર્માએ રચ્યો ઈતિહાસ, સંસ્કૃતમાં લીધા શપથ

ભારત અને ચીન એકબીજા માટે ખતરો નહીં
ચીની દૂતાવાતના પ્રવક્તા જીએ કહ્યું કે, ભારત અને ચીન એકબીજા માટે ખતરાની જગ્યાએ વિકાસના અવસરોનું પ્રતિનિધિત્વ કરે છે. બંન્ને પક્ષોના પારસ્પરિક હિતો માટે દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધોને યોગ્ય દિશામાં આગળ વધારવા જોઈએ. બંન્ને દેશોએ વાતચીત દ્વારા એકબીજા માટે સકારાત્મક માહોલ બનાવવો જોઈએ. 


ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી તણાવ બનેલો છે. બંન્ને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની સૈન્ય અને રાજદ્વારી સ્તરની વાતચીત થઈ ચુકી છે પરંતુ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી. બંન્ને તરફથી સેના ઠંડીમાં પણ મોર્ચા પર તૈનાત છે. ભારત પણ ફોરવર્ડ એરિયામાં પોતાના સૈનિકોને ગરમ કપડા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube