બેઈજિંગ: ચીન (China)  ના શિનજિયાંગ પ્રાતમાં અનેક મુસ્લિમ બાળકો તમને એવા જોવા મળશે જેમને સરકારે બોર્ડિંગ સ્કૂલમાં રાખ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવી જ એક બાળકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના પિતાનું દેહાંત થઈ ગયું છે અને માતાને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવાઈ છે. જો કે પ્રશાસને બાળકીને અન્ય રિલેટિવ્ઝની પાસે મોકલવાની જગ્યાએ સરકાર તરફથી ચાલતી બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં આવા અનેક બોર્ડિંગ સ્કૂલ ખુલ્યા છે. જેમાં મુસ્લિમોને પણ રાખવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતની સજાને મુશર્રફે પડકારી, હાઈકોર્ટે પરત કરી અરજી


રિપોર્ટ મુજબ લાખો ઉઈગર અને કઝાક મુસ્લિમોને ડિટેન્શન કેમ્પોમાં રખાયા છે. જ્યારે તેમના બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવામાં આવ્યાં છે. આવા બાળકોની સંખ્યા લગભગ 5 લાખ છે. મુસ્લિમ વસ્તીમાં કથિત રીતે કટ્ટરતાને ખતમ કરવા માટે ચીને લાખો લોકોને ડિટેન્શન કેમ્પોમાં મોકલ્યા છે. આ ઉપરાંત તે બાળકોને પણ તેમનાથી અલગ રાખી રહી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube