મોતની સજાને મુશર્રફે પડકારી, હાઈકોર્ટે પરત કરી અરજી

લાહોર હાઈકોર્ટના રજીસ્ટ્રાર કાર્યાલયે શિયાળાની રજાને કારણે પૂર્ણ પીઠની ઉપલબ્ધતા ન હોવાનો હવાલો આપતા અરજી પરત કરી છે. 
 

મોતની સજાને મુશર્રફે પડકારી, હાઈકોર્ટે પરત કરી અરજી

નવી દિલ્હીઃ લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુફર્રફની તે અરજીને પરત કરી દેવામાં આવી છે, જેમાં તેણે દેશદ્રોહના મામલામાં એક વિશેષ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી મોતની સજાને પડકારી હતી. લાહોર હાઈકોર્ટના રજીસ્ટ્રાર કાર્યાલયે શિયાળાની રજાને કારણે પૂર્ણ પીઠની ઉપલબ્ધતા ન હોવાનો હવાલો આપતા અરજી પરત કરી છે. 

વકીલ અઝબર સિદ્દીકના માધ્યમથી શુક્રવારે દાખલ આ અરજીમાં પાકિસ્તાનની ફેડરલ સરકાર અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ 86 પેજની અરજીમાં મુશર્રફે ખુદને સંભળાવવામાં આવેલી મોતની સજાને રદ્દ કરવા માટે કોર્ટની પૂર્ણ પીઠની રચનાની માગ કરી હતી. વિશેષ અદાલતે દેશદ્રોહના મામલામાં 17 ડિસેમ્બરે મુશર્રફને તેની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી હતી. ડોન અખબાર અનુસાર, કોર્ટના રજીસ્ટ્રારે અરજીને તે ટિપ્પણીની સાથે પરત કરી દીધી કે શિયાળાની રજીને કારણે પૂર્ણ પીઠ ઉપલબ્ધ નથી. 

સોમાલિયામાં ભીષણ કારબોમ્બ વિસ્ફોટમાં 76ના મોત, અનેક ઘાયલ

હાઈકોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની પીઠે મુશર્રફની મુખ્ય અરજી પર 9 જાન્યુઆરીએ સુનાવણી કરશે, જેમાં તેણે પોતાની વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદથી લઈને અંત સુધી તમામ કાર્યવાહીને પડકારી છે. મુશર્રફના વકીલ સિદ્દીકે જણાવ્યું કે, વિશેષ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજીને પરત કરતા રજીસ્ટ્રારે અરજીકર્તાને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સંબંધિત અરજી ફરી દાખલ કરવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news