બીજિંગ: ચીનની રાજધાની બીજિંગમાં આજે તિયાનમેન ચોક પર જબરદસ્ત સુરક્ષા પહેરો છે. તેની પાછળનું કારણ છે કે 30 વર્ષ પહેલા થયેલો નરસંહાર જેને જોતા સમગ્ર વિશ્વ થથરી ગયું હતું. આજથી 30 વર્ષ પહેલા 04 જુન, 1989નાં રોજ તિયાનમેન ચોક પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં સૈનિકોએ પ્રદર્શન કરી રહેલા પોતાનાં જ દેશનાં હજારો લોકોને મારી નાખ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, કમ્યુનિસ્ટ પાર્ટીનાં ઉદારવાદી નેતા હૂ યા ઓબૈંગની હત્યાનાં વિરોધમાં 04 જુન,1989ને ચીનમાં હજારો લોકો બીજિંગનાં તિયાનમેન ચોક પર પ્રદર્શન માટે ઉતરી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્રણ અને ચાર જુન દરમિયાન સેંકડો લોકો પોતાનાં નેતા હુ યા ઓબૈંગની હત્યા સાથે સાથે રાજનીતિક અને સામાજિક સુધારની માંગ કરી રહ્યા હતા. 


દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ
જો કે ચીનની કમ્યુનિસ્ટ સરકારે તેમના પર કાળોકેર વર્તાવ્યો, તે દિવસ રાત ચીન સેનાએ નિર્દોષ લોકો પર ફાયરિંગ કર્યું અને રસ્તાઓ પર બેઠેલા લોકો પર ટેંક ચડાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીપલ્સ લિબરેશન આર્મીનાં સૈનિકોએ સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એક બ્રિટિશ ગુપ્તચર રાજદ્વારી દસ્તાવેજમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું કે, આ નરસંહારમાં 10 હજાર લોકોનાં મોત નિપજ્યા હતા. 


નવી મુંબઈમાં દિવાલ પર લખેલો મળ્યો આતંકીઓનો પ્લાન! હવે પોલીસ કોયડો ઉકેલી રહી છે
એક રાતમાં હજારો લોકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વ ચીનનાં આ પગલાથી ચોકી ઉઠી હતી. કેટલાક જાણકારો માને છે કે ચીને આ ઘટનાને છુપાવવા માટે અનેક ફોરેન મીડિયાને પણ પ્રતિબંધિત કરી દીધું હતું. તિયાનમેન નરસંહારની યાદમાં ચીનમાં ક્યાંય પણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવતો નથી. તેમ છતા મૃતકનાં પરિવારજનો તિયાનામેન ચોક પર શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે આવે છે. 


દક્ષિણ અરેબિયન સમુદ્રના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પહોંચ્યું, જૂઓ કઈ તારીખે ક્યાં પહોંચશે
મળતી માહિતી અનુસાર પીપલ્સ લિબરેશન આર્મીનાં સૈનિકો દ્વારા કરવામાં આવેલા આ નરસંહારને છુપાવવા માટે ચીનને કોઇ કસર નથી છોડી. આ ઘટનાને ચીનનાં ઇતિહાસનાં પુસ્તકમાંથી પણ હટાવી દીધી છે. જો કે હોંગકોંગમાં આ ઘટનામાં વિરોધમાં સ્ટેચ્યુ ઓફ શેમ બનાવવામાં આવ્યું છે. 


લોકસભા ચૂંટણી હાર્યા બાદ માયાવતીની હૈયાવરણ, SP માટે આપ્યું ચોંકાવનારૂ નિવેદન
એટલે સુધી કે તિયાનમેન ચોક નરસંહાર પર ચીનમાં ચર્ચા કરવી સંપુર્ણ પ્રતિબંધિત છે. ચીન 1989માં થયેલા નરસંહાર અને સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવે છે. ચીનનાં સંરક્ષણ મંત્રી પણ વર્ષ 1989માં પ્રદર્શનકર્તાઓની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને તત્કાલીન સરકાર યોગ્ય ગણાવી ચુકી છે. જનરલ વેઇ ફેંગહેએ સિંગાપુરમાં ક્ષેત્રીય સુરક્ષાની એક ફોરમમાં વાત કહી હતી કે રાજનીતિક અસ્થિરતાને કારણે તત્કાલીન સરકારે જે પગલા ઉઠાવ્યા હતા તે યોગ્ય હતા.