કોરોના પર ચીનનું `કબૂલનામું` કહ્યું- પોતે નષ્ટ કર્યો હતું વાયરસનું સેમ્પલ
ભલે કોરોના વાયરસ (Coronavirus) અને તેના સંક્રમણને લઇને ચીન હવે અત્યાર સુધી આખી દુનિયા સામે ખોટું બોલે છે. પરંતુ માનવતાના વિરૂદ્ધ સૌથી મોટું જુઠ બોલનાર ચીનને હવે ચૂપ રહેવાનો સમય આવી ગયો છે.
નવી દિલ્હી: ભલે કોરોના વાયરસ (Coronavirus) અને તેના સંક્રમણને લઇને ચીન હવે અત્યાર સુધી આખી દુનિયા સામે ખોટું બોલે છે. પરંતુ માનવતાના વિરૂદ્ધ સૌથી મોટું જુઠ બોલનાર ચીનને હવે ચૂપ રહેવાનો સમય આવી ગયો છે. કારણ કે ચીને સ્વિકારી લીધું છે કે તેણે દુનિયામાં ફેલાયેલા શરૂઆતી સેમ્પલને નષ્ટ કરી દીધા હતા. અમેરિકા આ વાતનો આરોપ લગાવે છે કે ચીને આમ એટલા માટે કર્યું જેથી દુનિયાને એ ખબર પડી શકે કે વાયરસ ક્યાંથી ફેલાવવાનો શરૂ થયો.
જે દિવસથી દુનિયામાં કોરોના વાયરસે પોતાનો પગપેસારો અને લોકોને ઘૂંટાઇને મરવા પર મજબૂ કરી દીધા. તે દિવસથી ઘણા દેશ આ પ્રશ્નને લઇને ચીન પર આરોપ લગાવતા હતા કે શું ચીને જાણીજોઇને લાખો લોકોને મરવા દીધા? આખરે કેમ ચીન સંક્રમણની ચેનમાં સૌથી પહેલો દેશ હોવાછતાં કોરોના વાયરસના પ્રભાવથી ઝડપથી બહાર નિકળવામાં સફળ રહ્યો? તો તમને જણાવી દઇએ કે ચીન અને કોરોના વાયરસના કનેક્શન સાથે જોડાયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ આખરે મળી ગયો છે.
ચાઇનાએ સ્વિકાર્યું છે કે તેણે દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ્સને નષ્ટ કરી દીધા હતા. અમેરિકા આ વાતનો આરોપ લગાવતું રહ્યું છે કે ચીને આમ એટલા માટે કર્યું જેથી દુનિયા એ જાણી ન શકે કે વાયરસ ક્યાંથી ફેલાવવાનું શરૂ થયું.
કોરોના વાયરસને લઇને ચીનને શરૂઆતથી ટીકા અને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે એકવાર ફરીથી પ્રશ્નોની હારમાળા લાગી ગઇ છે. આ અધિકારીએ ખુલાસો કર્યો છે કે દેશમાં કોરોના વાયરસની શરૂઆતી સ સેમ્પલ્સને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ખતરનાક વાયરસને ફેલાતા બાયોસેફ્ટીને ધ્યાનમાં રાખતાં એક્સપર્ટ્સની સલાહ અને રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમેરિકા ચીન પર કોરોના વાયરસના નિર્ણયને લઇને સતત આરોપ લાગતા રહ્યા છે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો પહેલાં પણ આરોપ લગાવી ચૂક્યા છે કે દેશની કોમ્યુનિસ્ટ પાર્ટી પર વૈશ્વિક મહામારીની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પારદર્શિતાને નેવી મુકી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે ક ચીનએ વાયરસના સેમ્પલ નષ્ટ કરી દીધા જેથી ક્યાંથી પેદા થયો એ ખબર પડવી મુશ્કેલ થઇ ગઇ છે.
જોકે ચીનના અનુસાર પોમ્પિયોનું નિવેદન ગુમરાહ કરનાર છે. ચીને દાવો કર્યો છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સાવધાનીના ભાગરૂપે સેમ્પલસને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કોઇ લેબમાં વાયરસને સ્ટોર કરવા માટે જરૂરી કંડીશન્સ નથી તો તેને ત્યાં નષ્ટ કરી દેવો જોઇએ અથવા એવા પ્રોફેશનલ સ્ટોરેજ ઇંસ્ટિટ્યૂશન્સમાં મોકલી દેવો જોઇએ જ્યાં એવી સુવિધા હોય, એવા નિયમોનું સખતાઇપૂર્વક પાલન કરવામાં આવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube