નવી દિલ્હી: ચીની (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસ પહેલા ચીની મીડિયાએ ભારતના ખોબલે ખોબલે વખાણ કર્યા છે. ચીની મીડિયાએ કહ્યું છે કે ભારત અને ચીનના સહયોગ વગર 21મી સદી એશિયાની બની શકશે નહીં. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી એશિયાની સદીની વાત ઘણી થાય છે. એશિયાના અનેક નેતાઓ અને રણનીતિકાર કહે છે કે 19મી સદી યુરોપની હતી, 20મી સદી અમેરિકાની હતી અને હવે 21મી સદી એશિયાની હશે. અખબારે ભારતીય થિંક ટેંક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ચીન અને ભારતની આર્થિક પ્રગતિથી જ શક્ય બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શી જિનપિંગ આજે મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પાકિસ્તાનના શ્વાસ થશે અધ્ધર

શી જિનપિંગની પીએમ નરેન્દ્ર મોદી સાથેની  બીજી અનૌપચારિક સમિટને મહત્વપૂર્ણ ગણાવતા ચીની મીડિયાએ કહ્યું કે તેનાથી સંબંધો નવા સ્તરે પહોંચશે. ભારત સાથેના આર્થિક સહયોગનો ઉલ્લેખ કરતા અખબારે કહ્યું કે ચીની કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોમાં ભાગ લેતા રોકાણમાં વધારો કર્યો છે. આ સાથે જ ભારતીય કંપનીઓનું પણ ચીનમાં રોકાણ વધ્યું છે. ચીની મીડિયાએ  કહ્યું કે ભારત જો ભારત ચીન એકસાથે બોલશે તો દુનિયા સાંભળશે. ચીની મીડિયાનું કહેવું છે કે ભારત અને ચીન દુનિયામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...