નવી દિલ્હીઃ કોવિડ-19ની ઉત્પત્તિની નવેસરથી તપાસ વચ્ચે ચીની સંશોધકોને ચામાચિડિયામાં નવા પ્રકારના કોરોના વાયરસના નમૂના મળ્યા છે. ચીની સંશોધકોએ પોતાના રિસર્ચમાં કહ્યું કે, ચામાચિડિયામાં મળેલા નવા વાયરસમાંથી એક એવો વાયરસ સામેલ છે, જે આનુવંશિક રૂપથી કોવિડ-19 નો બીજો સૌથી નજીકનો હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમી ચીનમાં તેમના રિસર્ચથી માહિતી મળે છે કે ચામાચિડિયામાં કેટલા પ્રકારના કોરોના વાયરસ હોય છે અને તે કેટલા લોકોમાં ફેલાવાની ક્ષમતા રાખે છે. જર્નલ સેલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં શેડોંગ વિશ્વ વિદ્યાલયના ચીની સંશોધકોએ કહ્યું, કુલ મળીને અમે ઘણા પ્રકારના ચામાચિડિયા પ્રજાતિઓમાંથી 24 નવા કોરોના વાયરસ જીનોમ ભેગા કર્યા, જેમાં ચાર SARS-CoV-2 જેવા કોરોના વાયરસ સામેલ છે. 


રિપોર્ટમાં ચીની રિસર્ચરોએ જણાવ્યું કે, તેમણે આ નમૂના મે 2019 અને નવેમ્બર 2020 વચ્ચે જંગલમાં રહેતા નાના ચામાચિડિયામાંથી એકત્ર કર્યા હતા. તેમણે ચામાચિડિયાના મોઢામાંથી નમૂના લેવાની સાથે-સાથે તેના મળ-મૂત્રની પણ તપાસ કરી હતી. 


આ પણ વાંચોઃ Hajj 2021: કોરોનાની હજ પર અસર, આ વર્ષે સાઉદી અરેબિયાના માત્ર 60 હજાર લોકોને મળશે મંજૂરી  


ચીની સંશોધકોએ રિપોર્ટમાં જણાવ્યું કે, એક વાયરસ આનુવંશિક રૂપથી SARS-CoV-2 વાયરસની સમાન હતો, જે ચાલી રહેલી મહામારીનું કારણ બની રહ્યો છે. સંશોધકોએ કહ્યું કે, આ સ્પાઇક પ્રોટીન પર આનુવંશિક અંતર છોડી SARS-CoV-2 નો સૌથી નજીકનો હોય છે. 


સંશોધકોએ કહ્યું કે, જૂન 2020માં થાઈલેન્ડથી એકત્ર કરવામાં SARS-CoV-2 સંબંધિત વાયરસની સાથે, આ પરિણામ સ્પષ્ટ રૂપથી પ્રદર્શિત કરે છે કે SARS-CoV-2 ની નજીકથી સંબંધિત વાયરસ ચામાચિડિયાની વસ્તીમાંથી પ્રસારિત થાય છે અને કેટલાક ક્ષેત્રોમાં અપેક્ષાકૃત વધુ હોય છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube