coronavirus પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, એક મહિલાએ ખોલી ડ્રેગનની પોલ, નહીં બચે હવે ચીન!
કોરોના વાયરસ અંગે ચીનની મહિલા વાયરોલોજિસ્ટ ડો.લી-મેંગ યાને એક મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાં જ બનાવવામાં આવ્યો છે. ઘણા સમયથી કોરોના વાયરસ પર સંશોધન કરી રહેલા યાન હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા હતાં.
બેઈજિંગ: કોરોના વાયરસ અંગે ચીનની મહિલા વાયરોલોજિસ્ટ ડો.લી-મેંગ યાને એક મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસ વુહાનની લેબમાં જ બનાવવામાં આવ્યો છે. ઘણા સમયથી કોરોના વાયરસ પર સંશોધન કરી રહેલા યાન હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા હતાં. પોતાના સંશોધન દરમિયાન તેમને એવા તથ્યો મળ્યા કે તેનાથી જાણવા મળ્યું છે કે વાયરસને ચીનમાં જ બનાવવામાં આવ્યો હતો. ચીની વાયરોલોજિસ્ટના આ ખુલાસાથી ચીન ફરી એકવાર દુનિયાના નિશાના પર આવ્યું છે. અમેરિકા સહિત અનેક દેશ શરૂઆતથી જ કહી રહ્યાં છે કે ચીને જાણી જોઈને આ વાયરસ બનાવ્યો. જો કે એ વાત અલગ છે કે ચીને ક્યારેય આ આરોપોનો સ્વીકાર કર્યો નથી.
WHO પણ એકદમ ચૂપ
લી-મેંગ યાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે જ્યારે કોરોના વાયરસ અંગે જાણવા મળ્યું તો વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેમણે ચીની અધિકારીઓને સંભવિત જોખમ અંગે સૂચિત કર્યા, પરંતુ તેમની ચેતવણીને નજરઅંદાજ કરવામાં આવી. વાયરોલોજિસ્ટે કહ્યું કે વાયરસ વુહાનની એક લેબમાં બનાવાયો, જે ચીની સરકારના નિયંત્રણમાં છે.
મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું ક્યારથી મળશે કોરોનાની વેક્સિન
મીટ માર્કેટ સ્મોક સ્ક્રીન છે
તેમણે કહ્યું કે કોરોના વુહાનના મીટ માર્કેટથી આવ્યો નથી, કારણ કે મીટ માર્કેટ એક સ્મોક સ્ક્રીન છે, અને આ વાયરસ પ્રકૃતિની દેન નથી. યાને દાવો કર્યો કે તેમને સ્થાનિક ડોક્ટરો અને કેટલીક ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું છે કે વાયરસ મીટ માર્કેટમાંથી પેદા થયો નથી પરંતુ તેને બનાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ચીની અધિકારીઓને ખબર હતી કે વાયરસ માનવીમાંથી માનવીમાં પ્રસરે છે અને SARS CoV-2 એક High mutant virus છે. જો તેને કંટ્રોલમાં ન લેવાયો તો તે મહામારી બની જશે. આમ છતાં તેઓ ચૂપ રહ્યા.
Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
અધિકારીઓએ ડરાવ્યા ધમકાવ્યા
લી-મેંગ યાને કહ્યું કે જ્યારે તેમણે આ જોખમ અંગે દુનિયાને જાણ કરવાની વાત કરી તો ચીની અધિકારીઓએ તેમને ડરાવ્યા અને ધમકાવ્યા. જેના કારણે તેમણે ચીન છોડીને અમેરિકા આવવું પડ્યું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ચીનની સરકારે તેમના વિરુદ્ધ ખોટી જાણકારી ફેલાવવા માટે કેટલાક લોકોને નોકરીએ રાખ્યા છે.
Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!
ઉત્પતિ ખબર પડવી એ મહત્વપૂર્ણ
ચીની વાયરોલોજિસ્ટે કહ્યું કે તમે ભલે બાયોલોજીના જ્ઞાની ન હોવ પરંતુ આમ છતાં તમે તેના આકારથી આ વાયરસની ઉત્પતિને ઓળખી લેશો. વાયરસના જીનોમ અનુક્રમ એક માનવ ફિંગર પ્રિન્ટ જેવા હોય છે અને તેના આધારે એ સાબિત થાય છે કે કોરોના વાયરસ માનવ નિર્મિત છે. કોઈ પણ વાયરસમાં માનવ ફિંગર પ્રિન્ટની ઉપસ્થિતિ એ બતાવવા માટે પૂરતું છે કે તેની ઉત્પતિ માનવ દ્વારા કરાઈ છે. તેમણે કહ્યું કે વાયરસને માત આપવા માટે એ જાણવું જરૂરી છે કે તેની ઉત્પતિ કેવી રીતે થઈ. જો ચીને દુનિયાને સત્ય જણાવી દીધુ હોત તો કદાચ સમયસર વાયરસ નિયંત્રિત થઈ શક્યો હોત.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube