Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!

શું તમને ખબર છે કે દેશ અને વિદેશમાં સૌથી મોંઘુ શાક કયું છે.ભારતની સૌથી મોંઘુ શાક હિમાલયથી આવે છે. ભારતના આ શાકની દુનિયાભરમાં ખુબ ડિમાન્ડ છે. જો તમારે આ શાક એક કિલોગ્રામ ખરીદવું હોય તો તેના માટે તમારે 30 હજાર રૂપિયા સુધી ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. આ શાકને બનાવવા માટે ખાસ્સી મહેનતની જરૂર પડે છે. કારણ કે તેને ખાવાથી હ્રદય સંબંધિત કોઈ બીમારી થતી નથી. આ ઉપરાંત આ શાક શરીરને અનેક પ્રકારનું પોષણ આપે છે. એક પ્રકારે તે મલ્ટી વીટામીનની પ્રાકૃતિક ગોળી કહી શકાય. એવું પણ કહેવાય છે કે આ શાક પીએમ મોદી પણ ખાય છે. જે તેમની તંદુરસ્તીનું રહસ્ય છે!

Updated By: Aug 27, 2020, 02:13 PM IST
Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!

નવી દિલ્હી: શું તમને ખબર છે કે દેશ અને વિદેશમાં સૌથી મોંઘુ શાક કયું છે.ભારતની સૌથી મોંઘુ શાક હિમાલયથી આવે છે. ભારતના આ શાકની દુનિયાભરમાં ખુબ ડિમાન્ડ છે. જો તમારે આ શાક એક કિલોગ્રામ ખરીદવું હોય તો તેના માટે તમારે 30 હજાર રૂપિયા સુધી ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. આ શાકને બનાવવા માટે ખાસ્સી મહેનતની જરૂર પડે છે. કારણ કે તેને ખાવાથી હ્રદય સંબંધિત કોઈ બીમારી થતી નથી. આ ઉપરાંત આ શાક શરીરને અનેક પ્રકારનું પોષણ આપે છે. એક પ્રકારે તે મલ્ટી વીટામીનની પ્રાકૃતિક ગોળી કહી શકાય. એવું પણ કહેવાય છે કે આ શાક પીએમ મોદી પણ ખાય છે. જે તેમની તંદુરસ્તીનું રહસ્ય છે!

Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ 

પીએમ મોદીએ લંડનના એક કાર્યક્રમમાં ભારત કી બાત સબ કે સાથમાં કહ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી દરરોજ એક ચીજ ખાઈ રહ્યાં છે અને તે છે ગાળો. તેમણે કહ્યું હતું કે "હું દરરોજ એકથી બે કિલો ગાળો ખાઉ છું." પીએમ મોદીએ આ ગાળોને જ પોતાની ફિટનેસનું રહસ્ય ગણાવ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે અસલમાં પીએમ મોદીની ફિટનેસનું રહસ્ય શું છે. તેઓ શું ખાય છે કે આટલા ઉર્જાવાન છે. વાત જાણે એમ છે કે પીએમ મોદી એ પણ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કહ્યું હતું કે તેઓ હિમાચલના મશરૂમ ખાય છે અને આ તેમના સ્વાસ્થ્યનું રહસ્ય છે. હિમાચલના મશરૂમને 'ગુચ્છી' કહે છે. 

ગુચ્છી જે હિમાલય પર મળી આવતા જંગલી મશરૂમની એક પ્રજાતિ છે. બજારમાં તેની કિંમત 25થી 30 હજાર રૂપિયે કિલો છે. ગુચ્છી નામના આ શાકને બનાવવા માટે ડ્રાયફ્રૂટ, શાક અને દેશી ઘીનો ઉપયોગ થાય છે. તે ભારતનું દુર્લભ શાક છે. જેની માંગ વિદેશોમાં પણ થાય છે. લોકો મજાકમાં કહે છે કે જો ગુચ્છીનું શાક ખાવું હોય તો બેંકથી લોન લેવી પડી શકે છે. 

Corona: માઉથવોશથી કોગળા કરવાથી કોરોનાનો ચેપ દૂર થઈ શકે? થશે મહત્વપૂર્ણ સ્ટડી

સ્વાદિષ્ટ પકવાનોમાં જેની ગણના થાય છે અને ઔષધીય ગુણો ધરાવતી ગુચ્છીના નિયમિત ઉપયોગથી હ્રદય સંબંધિત બીમારીઓ થતી નથી. હ્રદયની બીમારીઓથી પીડાતા લોકો જો થોડી માત્રામાં રોજ આ શાક ખાય તો તેમને ફાયદો થશે. તેને હિમાલયના પહાડોથી લાવીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ બજારમાં વેચાય છે. તેમા અલગ અલગ ક્વોલિટીના શાક આવે છે. 

ગુચ્છીનું વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યૂપલેન્ટા છે. સામાન્ય રીતે તેને મોરેલ્સ પણ કહે છે. તેને સ્પંજ મશરૂમ પણ કહેવાય છે. આ મશરૂમની જ એક પ્રજાતિ મોર્શેલા ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તે મોટાભાગે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરના પહાડો પર ઉગાડવામાં આવે છે. અનેકવાર વરસાદની સીઝનમાં તે પોતે જ ઉગી જાય છે. પરંતુ વધુ પ્રમાણમાં ભેગા કરવા માટે લોકોને અનેક મહીના લાગે છે. કારણ કે પહાડ ઉપર જઈને જાન જોખમમાં મૂકીને આ શાક લાવવાથી તેનો ભાવ વધી જાય છે. 

ગુચ્છીને વરસાદમાં ભેગા કરીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ ઠંડીની ઋતુમાં થાય છે. અમેરિકા, યુરોપ, ફ્રાન્સ, ઈટાલી અને સ્વિટ્ઝરલેન્ડના કેટલાક લોકોને કુલ્લુની ગુચ્છી બહુ ગમે છે. ગુચ્છીમાં પૂરતા પ્રમાણમાં વીટામીન-બી, ડી, સી અને કે હોય છે. આ  શાકમાં હદ કરતા વધુ પોષક તત્વો હોય છે. 

પ્રાકૃતિક રીતે જંગલોમાં ઉગતી ગુચ્છી ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ વચ્ચે મળે છે. મોટી મોટી કંપનીઓ અને હોટલો તેને હાથોહાથ ખરીદે છે. આ કારણે આ વિસ્તારોમાં રહેતા લોકો સીઝનમાં જંગલોમાં રહીને જ ગુચ્છી ભેગી કરવાનું કામ કરે છે. આ લોકો પાસેથી ગુચ્છી મોટી મોટી કંપનીઓ 10થી 15 હજાર રૂપિયે કિલોના હિસાબે ખરીદી કરે છે. બજારમાં તે 25થી 30 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતી હોય છે. 

કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!

આ શાકનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો કહે છે કે પહાડના લોકો પણ જલદી ગુચ્છી વીણવા જતા નથી. કારણ કે ગુચ્છી એકવાર જ્યાં ઉગે છે ત્યાં જરૂરી નથી કે ફરી પાછી ત્યાં જ ઉગે. અનેકવાર તે સીધા ચઢાણ પર ઉગે છે. કે પછી ઊંડી ખીણમાં. ક્યારેક તો પહાડો પર એવી જગ્યાએ પણ ઉગે છે જ્યાં જવું મુશ્કેલ હોય છે. 

એવી વાયકા પણ છે કે જ્યારે પહાડો પર તોફાન આવે છે અને તે સમયે વીજળી પડે તો ગુચ્છીનો પાક પેદા થાય છે. જો કે પાકિસ્તાનના હિન્દુકૂશ પહાડો ઉપર પણ આ શાક ઉગે છે. ત્યાંના લોકોએ પણ જોઈ છે. પાકિસ્તાનના લોકો પણ તેને સૂકવીને વિદેશમાં વેચે છે. વિદેશોમાં તેને દુનિયાના સૌથી સારા મશરૂમ ગણવામાં આવે છે. 

મોટાભાગના લોકોને સૂકવેલી ગુચ્છી ખાવા મળે છે. આથી તેમાં તે સ્વાદ અને સ્પોંજીનેસ  જોવા નથી મળતી જે તાજી ગુચ્છી ખાવામાં હોય છે. કાશ્મીરના લોકો જ્યારે ગુચ્છીને એકદમ તાજા મસાલા સાથે પકવે છે ત્યારે તેનો દેશી સ્વાદ વધુ સારો લાગે છે. દુનિયાભરના રેસ્ટોરન્ટ્સમાં ગુચ્છીના કબાબ ફેમસ છે. એટલું જ નહીં ગુચ્છીમાંથી લોકો મીઠાઈ પણ બનાવે છે.

ગુચ્છીનો પુલાવ પણ બનાવવામાં આવે છે. કાશ્મીરમાં તેને બટ્ટકુછ કહે છે. એવી જાણકારી પણ સામે આવી છે કે સિંહસ્થ કુંભમાં કેટલાક અખાડા કોઈ એક દિવસે કે પછી કેટલાક દિવસ સુધી પોતાના ભંડારામાં ગુચ્છીનું શાક બનાવે છે. જે દિવસે એવું થાય તે દિવસે સાધુ સંતોના તે અખાડામાં પ્રસાદ ખાવા માટે ભારે ભીડ હોય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube