School માં લગાવાયા Condom ના મશીન, દરેક શાળાઓમાં એના માટે સરકાર આપી રહી છે પૈસા!
દુનિયાના તમામ દેશોમાં કોન્ડોમને લઈને આજે પણ ઓછી વાતો થાય છે પરંતુ ફ્રાન્સમાં આની કહાની કઈક અલગ જ છે. એક સર્વે અનુસાર ફાર્ન્સનાં 96 ટકાથી વધુ હાઈસ્કૂલોમાં કોન્ડોમ વેંડિંગ મશીન લાગી ચૂક્યા છે એટલે કે લગભગ દરેક હાઈસ્કૂલમાં મશીનો લાગી ચૂક્યા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાના તમામ દેશોમાં કોન્ડોમને લઈને આજે પણ ઓછી વાતો થાય છે પરંતુ ફ્રાન્સમાં આની કહાની કઈક અલગ જ છે. એક સર્વે અનુસાર ફાર્ન્સનાં 96 ટકાથી વધુ હાઈસ્કૂલોમાં કોન્ડોમ વેંડિંગ મશીન લાગી ચૂક્યા છે એટલે કે લગભગ દરેક હાઈસ્કૂલમાં મશીનો લાગી ચૂક્યા છે.
ફ્રાન્સને શાળાઓમાં કોન્ડોમ અંગે એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ફ્રાન્સની 96 ટકા હાઈસ્કૂલમાં વેંડિંગ મશીનો લાગી ચૂકી છે. આ વાયરલ ટ્વીટ પછી ફ્રાન્સમાં એડ્સ અને કોન્ડોમ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર 2006માં જ 96 ટકા હાઈસ્કૂલોમાં કોન્ડોમ મશીન લાગી ચૂક્યા હતા.
Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની
ફ્રાન્સમાં લગભગ 30 વર્ષ પહેલાં સ્કૂલમાં પેહલું કોન્ડોમ વેંડિંગ મશીન લગાવાયું હતું. 1992માં સ્કૂલમાં કોન્ડોમ વેંડિંગ મશીન સ્થાપિત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એડ્સના રોગથી પીડાતા લોકોની સંખ્યા વધુ હોવાથી આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું.
ફ્રાન્સ દેશ એક સમયે ખરાબ રીતે એડ્સની ઝપેટમાં આવી ગયો હતો. સુરક્ષિત યૌન સબંધોને સમર્થન આપવા અને ઓછી ઉંમરમાં ગર્ભાવસ્થાના જોખમને ઓછું કરવા ફ્રાન્સની સ્કૂલોમાં વેંડિંગ મશીન લગાવવામાં આવ્યા. જે સ્કૂલોમાં કોન્ડોમ વેંડિંગ મશીન છે તેમાં હાઈસ્કૂલ, પબ્લિક અને પ્રાઈવેટ સ્કૂલનો સમાવેશ થાય છે. આ સ્કૂલોમાં સ્થાનિક સરકાર ભંડોળ પુરુ પાડે છે.
સ્ટેટિસ્તાના એક રિપોર્ટ અનુસાર, 2019માં ઈલે-દે-ફ્રાન્સ એ ક્ષેત્ર હતું જ્યાં સૌથી વધારે કમસેકમ 26 મિલિયનથી વધુ કોન્ડોમ વેચવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઓવરગને-રોન-અલ્પેસ લગભગ 14.6 મિલિયન કોન્ડોમ વેચવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં પહેલી વખત કોન્ડોમ વેંડિંગ મશીન 1992માં લગાવવામાં આવ્યું હતું. આ સમયે સરકારે કરેલા નિર્ણયનો સ્કૂલ પ્રશાસન અને કેટલાક સમાજે વિરોધ કર્યો હતો. જોકે આ નિર્ણયનો લોકોએ ઝડપથી સ્વીકાર કર્યો. યુવા પેઢી વચ્ચે સુરક્ષીત યૌન વ્યવહારને લઈને બનેલી રૂઢીઓને તોડવાવાળો દેશ ફ્રાન્સ એક માત્ર દેશ નથી. અમેરિકામાં પણ સાર્વજનિક સ્કૂલોમાં કોન્ડોમ વેચવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube