વોશિંગટન ડીસીઃ કોરોનાનો કેર વિશ્વમાં થોભવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકા કોરોનાના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પ્રથમ નંબર પર છે. અમેરિલાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, અહીં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 1.5 લાખને પાર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડોમીટરના ડેટા પ્રમાણે અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો 1.5 લાખને પાર પહોંચી ગયો છે. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના 45 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને  1,53,447 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમેરિકામાં આશરે 1156 મૃત્યુ થયા અને 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. 


સૌથી વધુ મૃત્યુઆંકના મામલામાં બ્રાઝિલ બીજા નંબર પર
કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં બ્રાઝિલનું નામ છે. અહીં અત્યાર સુધી 25 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે અને આશરે 90 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં કોરોનાથી આશરે 1500 લોકોના મોત થયા છે. 


અમેરિકા અને કેનેડાને હેરાન પરેશાન કરવાનું ચીનનું વળી પાછું નવું કાવતરું? ખાસ જાણો 


કોરોનાથી લડનારી 21 દવાઓની ઓળખ
વૈજ્ઞાનિકોએ 21 એવી દવાઓની શોધ કરી છે, જેનો ઉપયોગ કોરોના વાયરસ વિરુદ્ધ કરી શકાય છે. તેમાં રક્તપિત્તની દવાથી લઈને કેન્સરના ઉપચારમાં પ્રયોગ થનારી દવાઓ પણ સામેલ છે. તેમાંથી 13 દવાઓ પોતાના ટ્રાયલ દરમિયાન કોરોનાના દર્દીઓ પર સફળ સાબિત થઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube