Corona ના ડેલ્ટા વેરિએન્ટથી ચીનમાં ડર, અધિકારીઓને આપવામાં આવી રહી છે સજા
દુનિયાને કોરોના આપનાર ચીન પોતાને ત્યાં વધી રહેલા કેસને કારણે ડરી ગયું છે. ડરની સ્થિતિ એવી છે કે બેદરકારી દાખવનાર અધિકારીઓને સજા આપવામાં આવી રહી છે.
બેઇજિંગઃ કોરોના (Coronavirus) મહામારીના ફરીથી વધતા કેસને લઈને ચીન (China) ડરમાં આવી ગયું છે. દુનિયાને કોરોના આપનાર ચીન પોતાના તે અધિકારીઓને શોધી શોધી સજા આપી રહ્યું છે, જેની બેદરકારીને કારણે દેશમાં સંક્રમણ (Infection) ની ગતિ વધી છે. ચીનમાં સંક્રમણના આશરે 900 કેસ સામે આવ્યા છે, જે ઘાતક ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) ના જણાવવામાં આવી રહ્યાં છે.
મોટી સંખ્યામાં અધિકારીઓની ઓળખ
ચીનની કમ્યુનિસ્ટ સરકાર (CPC) કોરોના વાયરસ (Coronavirus) ની વાપસી માટે અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યું છે. તેથી તેની ઓળખ કરી સજા આપવામાં આવી રહી છે. દેશભરમાં મોટી સંખ્યામાં અધિકારીઓની ઓળખ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 2019ના અંતમાં વુહાનમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ પ્રથમવાર છે જ્યારે ચીનમાં આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. તેથી સરકારની ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચોઃ PICS: મોડલે સેક્સ મ્યુઝિયમની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, ઉપાધિના પોટલા આવી પડ્યા
Mayors ને લઈને હોસ્પિટલના પ્રમુખ સુધી
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીન દેશભરમાં 30થી વધુ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. તેમાં મેયરથી લઈને સ્થાનીક સ્વાસ્થ્ય ડાયરેક્ટર, હોસ્પિટલ અને એરપોર્ટના પ્રમુખ સામેલ છે. સરકારનું માનવું છે કે બહારથી આવનાર યાત્રીકોની તપાસમાં બેદરકારી રાખવામાં આવી છે. તેના કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. પૂર્વી ચીની શહેર ગ્વાંગ્ઝૂમાં પાંચ અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે. તેના પર માસ ટેસ્ટિંગ દરમિયાન બેદરકારી રાખવાનો આરોપ છે.
308 નો રિપોર્ટ Positive
સોમવારે ચીનના નાજિંગ શહેરમાં કુલ 308 લોકોમાં ડેલ્ટા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. તેમાંથી 6ની સ્થિતિ ગંભીર છે. જો કોઈ દર્દીનું મોત થાય છે તો છ મહિના કરતા વધુ સમય બાદ ચીનમાં કોરોનાથી કોઈ વ્યક્તિનું મોત થશે. કમ્યુનિસ્ટ સરકાર કોરોના અટકાવવા માટે આકરા પગલાં ભરી રહી છે. અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોરોના ટેસ્ટિંગ વગેરેમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ સરકારે આકરા નિયમ લાગૂ કર્યા હતા. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તે 30 પ્રાંતો સુધી પહોંચી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube