કોરોનાથી USAમાં પણ હાહાકાર, ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર
ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ કુઓમાએ કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી. ન્યૂ રોશેલમાં કોરોના વાઈરસના નવા 23 કેસ સામે આવ્યાં છે. ત્યારબાદ વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઈ. સૌથી વધુ ન્યૂયોર્કમાં છે.
ન્યૂયોર્ક: ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ કુઓમાએ કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા શનિવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી. ન્યૂ રોશેલમાં કોરોના વાઈરસના નવા 23 કેસ સામે આવ્યાં છે. ત્યારબાદ વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 57 સુધી પહોંચી ગઈ. સૌથી વધુ ન્યૂયોર્કમાં છે.
ગવર્નર કુઓમોએ જાણકારી આપી કે કોરોનાથી સંક્રમિત કેસો સમગ્ર પ્રાંતમાં હવે 76 થઈ ગયા છે. આ સંખ્યા ગત કેટલાક દિવસોથી સતત વધી રહી છે. તેમણે કહ્યું કે રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા કેસ સામે આવ્યાં હતાં. તેમણે કહ્યું કે આ લોકો ન્યૂ રોશેલના તે વકીલના સંપર્કમાં હતાં જે આ વાઈરસના પહેલા બે રિપોર્ટ કરાયેલા કેસોમાંથી એક હતો. કોરોનાએ લગભગ 70 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. અમેરિકામાં તેનાથી મોતનો આંકડો 19 પર પહોંચ્યો છે.
ગવર્નરે વાઈરસ પર પોતાની ડેઈલી અપડેટમાં કહ્યું કે ન્યૂ રોશેલમાં સ્થિતિ સારી નથી. જેમ કે આપણે જોયું છે કે સંખ્યા વધી રહી છે. આ વાઈરસના એકથી બે કેસ, બેથી ચાર અને પછી 12 પછી સંખ્યા 200 અને 400થી 800ને પાર જઈ શકે છે. આપણે તેના પર કાબુ મેળવવો પડશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube