વેક્સીન આવ્યા બાદ પણ હંમેશા રહી શકે છે કોરોના, જાણો શું છે અમેરિકી નિષ્ણાંતોનો અભિપ્રાય
શિકાગો યુનિવર્સિટીના મહામારી એક્સપર્ટ અને ક્રાંતિકારી જીવ વૈજ્ઞાનિક સારા કોબેએ કહ્યું કે, આ વાયરસ અહીં રહેવાનો છે. તેથી હવે સવાલ તે છે કે આપણે તેની સાથે સુરક્ષિત કઈ રીતે રહી શકીએ છીએ.
વોશિંગટનઃ અમેરિકી અખબાર ધ વોશિંગટન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર વશ્વિક મહામારી કોવિડ-19ની વેક્સીન વિકસિત કરવા અને બજારમાં લાવ્યા બાદ પણ કોરોના વર્ષો સુધી અહીં રહેવાનો છે. આ મહામારી એચઆઈવી, ચેચક જેમ હંમેશા રહેવાની છે. અમેરિકાના દૈનિક અખબાર અનુસાર વૈશ્વિક મહામારીના નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ-19ના લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. હવે તે પણ જોવાનું છે કે અમેરિકામાં કોરોના સંક્રમણનો આગામી તબક્કો કેવો રહે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે સંક્રમણને લઈને ચારેબાજુ ફેલાયેલી અનિશ્ચિતતા વચ્ચે નક્કી થઈ ગયું છે કે નોવલ કોરોના વાયરસ ભવિષ્યમાં પણ રહેવાનો છે. હાલના સમયમાં કોરોના વાયરસ મહામારીના ચાર પ્રકાર છે જેમાં શરદી-તાવ આવે છે. પરંતુ નોવલ કોરોના વાયરસથી જનિત કોવિડ-19 પાંચમી બીમારી છે. કોવિડ-19ના રહેવા છતાં ઘણા લોકો તેનાથી સંક્રમિત થશે નહીં પરંતુ સંક્રમણ થવાને લઈને શંકાસ્પદ રહેશે.
શિકાગો યુનિવર્સિટીના મહામારી એક્સપર્ટ અને ક્રાંતિકારી જીવ વૈજ્ઞાનિક સારા કોબેએ કહ્યું કે, આ વાયરસ અહીં રહેવાનો છે. તેથી હવે સવાલ તે છે કે આપણે તેની સાથે સુરક્ષિત કઈ રીતે રહી શકીએ છીએ. નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક મહામારીનો સામોનો કરવા માટે સરહદથી ઉપર સતત પ્રયાસો અને રાજકીય ઉચ્છાશક્તિની જરૂર હોય છે. તેવામાં વિશ્વ જ્યારે વૈશ્વિક મહામારીના વિચારથી વાકેફ જ થયું છે, કેટલાક અમેરિકી રાજ્ય પોતાની અર્થવ્યવસ્તાને સંપૂર્ણ રીતે ખોલવા માટે ઉતાવળા છે.
દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના પૂર્વ ડાયરેક્ટર ટોમ ફ્રીડને જણાવ્યુ કે, આ તેવુ છે, જેમ આપણે ધ્યાન ન આપવાની બીમારી થઈ ગઈ હોય. આપણે જે પણ કરી રહ્યા છીએ તે આ મહામારીને રોકવામાં માત્ર સામાન્ય પગલા છે. આ વચ્ચે અમેરિકી અન્ય દેશોની સાથે મળીને એક વેક્સીન બનાવવામાં લાગેલું છે. જેથી આ મહામારીથી છૂટકારો મેળવી શકાય.
પરંતુ આ સ્તરની સફળતા મેળવવામાં વિશ્વ. માત્ર એકવાર સફળ થયું છે. તેમ છતાં બે સદીમાં ચેચકથી કરોડો લોકોના મૃત્યુ થયા છે. અમેરિકાની કેન્દ્ર સરકારના વેક્સીન શોધ કેન્દ્રના વાઇસ ડાયરેક્ટર બાર્ની ગ્રાહમે કહ્યુ કે, વેક્સીન બનાવવા અને લગાવવાની પ્રક્રિયામાં દસ વર્ષ લાગી જશે. શું વેક્સીન 2021ના શિયાળામાં કે પછી 2022 સુધી તૈયાર થઈ શકશે, અમે તેના પર ચર્ચા કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર