કોરોના સંકટઃ વિશ્વભરમાં મૃતકોની સંખ્યા 50,000ને પાર, વૈશ્વિક મંદીનો વધ્યો ખતરો
વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. તમામ બચાવ ઉપાયો બાદ પણ આ વાયરસનો ખતરો ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી.
વોશિંગટનઃ મહામારીનું રૂપ લઈ ચુકેલો કોરોના વાયરસ થોભવાનું નામ લઈ રહ્યો નથી. વિશ્વભરમાં તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે તથા 50,000થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા અમેરિકામાં સામે આવી છે. અડધાથી વધુ દુનિયા લૉકડાઉન જેવી સ્થિતિમાં રહેવા છતાં વિષાણુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના વાયરસથી અમેરિકા, સ્પેન તથા બ્રિટનની સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ છે. આ વૈશ્વિક મહામારીથી અર્થવ્યવસ્થાને પણ ફટકો પડ્યો છે. નવા આંકડા અનુસાર, 66.5 લાખ વધારાના અમેરિકીઓએ પાછલા સપ્તાહે બેરોજગારી લાભ માટે હસ્તાક્ષર કર્યાં છે. આ સાથે માર્ચના છેલ્લા બે સપ્તાહમાં એક કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી કે સ્થિતિ વધુ ખરાબ થવાની છે.
શું કોરોના સંકટ અંગે પહેલાથી જ જાણતું હતું રશિયા? રહસ્ય પરથી પરદો ઉઠ્યો
અર્થવ્યવસ્થા 30 ટકા સુધી ઘટશે
નાણાકીય રેટિંગ એજન્સી ફિચે ગુરૂવારે અનુમાન વ્યક્ત કર્યું કે અમેરિકા અને યૂરોઝોનની અર્થવ્યવસ્થા આ ક્વાર્ટરમાં 30 ટકા સુધી ઘટવાની છે. વિશ્વભરના નેતાઓએ આ સંકટને પહોંચવા માટે નાણાકીય સહાયતા પેકેજોની જાહેરાત કરી છે અને વિશ્વ બેન્કે ગુરૂવારે 15 મહિનામાં 160 અબજ ડોલર આપાત રોકડ જારી કરવાની યોજનાને મંજૂરી આપી છે.
જોન્, હોપ્કિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર અમેરિકામાં આ સંક્રમિત રોગથી આશરે 6 હજાર લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 1 હજારથી વધુના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. વ્હાઇટ હાઉસના નિષ્ણાંતોનું કહેવું છે કે આ બીમારીથી 100,000થી 2,40,000 અમેરિકી પોતાનો જીવ ગુમાવી શકે છે. અમેરિકાની આશરે 85 ટકા વસ્તી કોઈને કોઈ રીતે ઘરમાં પૂરાયેલી છે.
પાછલા કેટલાક સપ્તાહથી યૂરોપ આ સંકટનું કેન્દ્ર બનેલું છે પરંતુ તેવા સંકેત મળ્યા છે કે આ મહામારી ત્યાં ચરમ પર પહોંચી શકે છે. સ્પેન અને બ્રિટનમાં 24 કલાક દરમિયાન ક્રમશઃ 950 અને 569 લોકોના મોત થયા છે. ઈટાલી અને સ્પેનમાં વિશ્વભરમાં મૃત્યુ પામનાર લોકોની અડધી સંખ્યા છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે બંન્ને દેશોમાં નવા સંક્રમણના મામલા ઓછા થઈ રહ્યાં છે.
હજારોના મોત બાદ આખરે ચીનનું દિમાગ ઠેકાણે આવ્યું, લીધો શાણપણભર્યો નિર્ણય
એક દિવસમાં એક લાખ લોકોની તપાસ કરવાનો લક્ષ્ય
આ વાયરસે મુખ્યત્વે વૃદ્ધો અને પહેલાથી બીમાર લોકોને વધુ નિશાન બનાવ્યા છે પરંતુ કિશોરો અને ત્યાં સુધી કે છ મહિનાની એક બાળકીના મોતના મામલાએ તમામ ઉંમર વર્ગના લોકો માટે ખતરો ઊભો કર્યો છે. બ્રિ
નમાં વડાપ્રધાન બોરિસ જોનસને મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવાનું આહ્વાન કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આવનારા સપ્તાહમાં એક દિવસમાં એક લાખ લોકોની તપાસ કરવાનું લક્ષ્ય છે.
ખુદ કોવિડ 19ની ઝપેટમાં આવેલા બ્રિટનના પીએમ જોનસનની મોટા પાયે તપાસ ન કરાવવા માટે ટીકા કરવામાં આવી છે. રૂસમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3500 થવા પર એપ્રિલના અંત સુધી ચૂકવેલ બિન-કાર્યકારી અવધિ વધારી દીધી છે. રૂસમાં મોટા ભાગની વસ્તી બંધ જેવી સ્થિતિમાં રહી રહી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube