અમેરિકામાં કોરોનાનો કહેર, 19 દિવસમાં 50 હજારથી વધુ મૃત્યુ, કેલિફોર્નિયામાં કબ્રસ્તાનમાં દફન કરવા જગ્યા નથી
કેલિફોર્નિયામાં 26,542 અને ફ્લોરિડામાં 21,890 લોકોના મોત થયા છે. મહામારીથી અમેરિકાના જે પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે, તેમાં ન્યૂજર્સી, ઇલિનોઇસ, પેન્સિલવેનિયા, મિશિગન, મૈસાચુટ્સ અને જોર્જિયા સામેલ છે.
વોશિંગટનઃ અમેરિકામાં રસીકરણ શરૂ થવા છતાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા બે કરોડથી વધુ થઈ ગઈ છે તો મહામારીમાં મૃત્યુ પામનારની સંખ્યા સાડા ત્રણ લાખના આંકડાને પાર કરી ગઈ છે. માત્ર 19 દિવસની અંદર 50 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. 14 ડિસેમ્બરે અમેરિકામાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ત્રણ લાખ હતી. તો બ્રિટનમાં બોરિસ જોનસને લાગૂ લૉકડાઉનને વધુ કડક કરવાની ચેતવણી આપી છે. ન્યૂયોર્ક પ્રાંતમાં સૌથી વધુ 38,273 લોકોના મોત થયા છે. બીજા નંબર પર ટેક્સાસ છે, જ્યાં 28,338 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેલિફોર્નિયામાં દફનાવવાની જગ્યા ઘટી
કેલિફોર્નિયામાં 26,542 અને ફ્લોરિડામાં 21,890 લોકોના મોત થયા છે. મહામારીથી અમેરિકાના જે પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે, તેમાં ન્યૂજર્સી, ઇલિનોઇસ, પેન્સિલવેનિયા, મિશિગન, મૈસાચુટ્સ અને જોર્જિયા સામેલ છે. તો અમેરિકામાં મહામારીની સ્થિતિ એટલી ભયંકર છે કે જગ્યા ઓછી પડવા લાગી છે. કોન્ટીનેન્ટલ ફ્યૂનરલ હોમના માલિક મૈગ્ડા માલ્ડોનાડોએ કહ્યુ, 'હું છેલ્લા 40 વર્ષથી આ ઉદ્યોગમાં છું અને મેં મારા જીવનમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.'
આ પણ વાંચોઃ ઇબોલાના સંશોધકની ચેતવણી, વિશ્વમાં ઝડપથી ફેલાય રહી છે વધુ એક જીવલેણ મહામારી
ભયંકર સ્થિતિ
મૃતદેહોની વધતી સંખ્યા જોતા મૈગ્ડાએ ન માત્ર 50 ફુટના રેફ્રિજરેટર ભાડા પર લીધા છે પરંતુ હોસ્પિટલમાંથી મૃતદેહ લાવવામાં પણ એક-બે દિવસનો વિલંબ કરવામાં આવી રહ્યો છે. કેલિફોર્નિયા ફ્યૂનરલ ડાયરેક્ટર્સ એસોસિએશનના કાર્યકારી ડાયરેક્ટર બોબ અર્ચમને કહ્યુ કે, અંતિમ સંસ્કારની સંપૂર્ણ પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં એક કે બે દિવસમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી થઈ જતી હતી, પરંતુ હવે એક સપ્તાહ જેટલો સમય લાગે છે.
એક નજર આ દેશો પર
બ્રાઝિલઃ 15827 નવા કેસ સામે આવ્યા છે અને 314 લોકોના મૃત્યુ થયા છે.
રશિયાઃ છેલ્લા 24 કલાકમાં 24150 નવા કેસ સામે આવ્યા છે.
ચીનઃ ઓટો પાર્ટના પેકિંગમાં કોરોના વાયરસ મળ્યો છે.
જાપાનઃ રાજધાની ટોક્યોમાં 816 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube