નવી દિલ્હી: કોરોના વાયરસ (coronavirus) ગત વર્ષે સૌથી પહેલા ચીન (China) થી જ ફેલાવવાનો શરૂ થયો હતો અને ચીન જ આ વાયરસના સંક્રમણના ચંગુલમાંથી સૌથી પહેલા મુક્ત થયો હતો. ચીનમાં જનજીવન સામાન્ય બની રહ્યું હતું પરંતુ સોમવારે અચાનક 49 નવા કેસ સામે આવતા ચીન પર ફરી એકવાર કોરોના સંકટ તોળાઈ રહ્યું છે. આ કેસ બહાર આવ્યાં બાદ ચીનમાં કોરોના વાયરસની સેન્ડ વેવ (second wave) નું જોખમ વધી ગયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટરની મોટી કાર્યવાહી, ચીનના પ્રોપગેન્ડા ફેલાવતા 1.7 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા


રવિવારે ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના 57 નવા કેસ આવ્યાં જે એપ્રિલ બાદ રોજ આવનારા કેસમાં સૌથી વધુ હતાં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે કહ્યું કે તેમાના 49 નવા કેસમાંથી 39 રાજધાની બેઈજિંગમાં અને 3 કેસ હેબેઈ પ્રાંતમાં મળી આવ્યાં છે. 


બેઈજિંગના આ તાજા કેસ ત્યાંના સૌથી મોટા હોલસેલ ખાદ્ય બજાર સાથે જોડાયેલા છે. જે ઉત્તર-પશ્ચિમી હેડિયન જિલ્લામાં છે. આ બજારને શનિવારે બંધ કરી દેવાયું. આ સાથે જ આસપાસના બજારો અને શાળાઓ પણ બંધ કરાવી દેવાઈ. ખાદ્ય બજારની આસપાસના 11 રહેણાંક વિસ્તારોને લોકડાઉનમાં રાખવામાં આવ્યાં છે. લોકોને બેઈજિંગની મુસાફરી કરવાથી બચવાની ચેતવણી આપવામાં આવી રહી છે. 


ચીની સેના એક્સપર્ટે ખુલ્લેઆમ કર્યા ભારતીય સેનાના વખાણ, કહ્યું-'US, રશિયા કોઈની પાસે નથી આવી ફોર્સ'


અહીં મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે બેઈજિંગમાં 46,000 લોકોના ટેસ્ટ કરવાના છે, 10,000થી વધુ લોકોના ટેસ્ટ પહેલા થઈ ચૂક્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube