ચીની સેના એક્સપર્ટે ખુલ્લેઆમ કર્યા ભારતીય સેનાના વખાણ, કહ્યું-'US, રશિયા કોઈની પાસે નથી આવી ફોર્સ'
Trending Photos
બેઈજિંગ: લદાખમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાની ચીનના મિલેટ્રી એક્સપર્ટે ભરપૂર વખાણ કરીને બધાને આશ્ચર્યમાં મૂક્યા છે. તેમનું કહેવું છે કે ભારત પાસે દુનિયામાં સૌથી મોટી અને સૌથી અનુભવી પઠારી અને પહાડી સેના છે. જેમની પાસે ઉત્તમ હથિયારો છે જે તિબ્બત સરહદ જેવા વિસ્તારોમાં ખુબ ફાયદાકારક બની શકે છે. મોર્ડન વેપનરી મેગેઝીનના સિનિયર એડિટર હુઆંગ ઝૂઓઝીએ એક આર્ટિકલમાં લખ્યું છે કે, 'હાલ દુનિયાની સૌથી મોટી અને અનુભવી પહાડી અઆને પઠારી સેના ન તો અમેરિકા પાસે છે, ન તો રશિયા પાસે કે પછી ન કોઈ યુરોપિયન દેશ પાસે પરંતુ માત્ર ભારત પાસે છે.'
પહેલીવાર કોઈ ચીની એક્સપર્ટે કર્યા વખાણ
નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પહાડી ટુકડીઓને ચીનની સરહદને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને તિબ્બત પાસે. આવું કદાચ પહેલીવાર બન્યું છે કે ચીનના મિલેટ્રી એક્સપર્ટે સેનાની તાકાત અને વ્યુહાત્મક મહત્વના વખાણ કર્યા છે. હુઆંગે લખ્યું છે કે 12 ડિવિઝનોમાં 2 લાખથી વધુ ટુકડીઓ સાથે ભારત પહાડી ફોર્સ દુનિયામાં સૌથી વધુ છે. હુઆંગનું કહેવું છે કે 1970 બાદ ભારતની મિલેટ્રીએ પહાડી ટુકડીઓને મોટા સ્તરે સ્થાપિત કરી છે અને વિસ્તાર કર્યો છે. આ સાથે જ 50,000 સ્ટ્રાઈક ફોર્સ તૈયાર કરવાનો પણ પ્લાન છે.
સિયાચિનમાં ઉંચાઈ ઉપર પણ છે ભારતીય સેના
હુઆંગનું કહેવું છે કે પર્વતારોહણ ભારતીય પહાડી સેનામાં દરેક સભ્ય માટે મહત્વનું છે. આ માટે ભારતે મોટી સંખ્યામાં પ્રોફેશનલ અને નવા પર્વતારોહીઓને પ્રાઈવેટ સેક્ટરથી રિક્રૂટ કર્યા છે. સિયાચિન ગ્લેશિયરમાં ભારતીય સેનાની હાજરીને લઈને હુઆંગે કહ્યું કે, 'ભારતની સેનાએ સિયાચિન ગ્લેશિયરમાં સેંકડો આઉટપોસ્ટ બનાવી છે જેમાંથી કેટલીક 5 હજાર મીટર ઊંચાઈ પર છે. અને તેમા 6થી 7 હજાર ફાઈટર તૈનાત છે. સૌથી ઊંચી પોસ્ટ 6749 મીટર પર બનાવવામાં આવી છે.'
બહારથી મંગાવ્યાં, પોતે તૈયાર કર્યા હથિયારો
ભારતીય સેનાના ઈક્વિપમેન્ટ વિશે વાત કરતા હુઆંગે કહ્યું કે તેમની પાસે ઊંચાઈ અને પહાડી આબોહવામાં ચલાવવા માટે વિશાળ પ્રમાણમાં હથિયારો છે. જે તેમણે બહારથી મેળવ્યાં છે અને ઘરેલુ રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા ઘરેલુ સ્તરે પણ તૈયાર કર્યા છે. ભારતીય સેના અમેરિકા પાસેથી એડવાન્સ્ડ હેવી ઈક્વિપમેન્ટની ખરીદી પર મોટી કિંમત ચૂકવે છે જેમા M777 સૌથી હળવા હોવિત્ઝર અને ચિનૂક હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે જે ગન ઉઠાવી શકે છે. તેનાથી સેનાનો ફાયર સપોર્ટ અને એન્ટી આર્મર ક્ષમતા વધે છે.
જુઓ LIVE TV
હુઆંગનું માનવું છે કે ભારતીય સેનાએ પોતાને અમેરિકાના AH-64 E LongBow Apache ફાઈટર હેલિકોપ્ટરોથી લેસ કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને તેને પૂરી રીતે એરફિલ્ડ સપોર્ટ પર નિર્ભર રહેવું ન પડે. ખામીઓ વિશે જણાવતા કહ્યું કે ભારતીય સેના હથિયારો મામલે હજુ પૂરી રીતે આપમેળે સક્ષમ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે ભારત પશ્ચિમી ક્ષમતાનો ઉપયોગ કરીને મોટા પાયે અત્યાધુનિક હળવા હથિયારો ખરીદી કરે છે ત્યારે ગોળા બારૂદની આપૂર્તિ એક મોટી સમસ્યા બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે