નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. બ્રિટનમાં જોવા મળેલા નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં ડરનો માહોલ છે. આ નવા સ્ટ્રેનને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોના મનમાં અનેક સવાલો પણ થઈ રહ્યાં છે. આ વચ્ચે વેક્સિન બનાવનારી અમેરિકી કંપની મોડર્નાએ કહ્યું કે, બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ તેની વેક્સિન સંપૂર્ણ રીતે પ્રભાવી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં મોડર્ના સહિત દવા કંપનીઓએ કોરોનાની વેક્સિન બનાવી છે જેને અમેરિકામાં લોકોને આપવામાં આવી રહી છે. આ વચ્ચે બ્રિટનમાં વાયરસના નવા સ્ટ્રેનથી લોકોના ડરમાં વધારો થયો છે. લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આ કેટલો ખતરનાક છે. જે વેક્સિન આવી છે તે તેની વિરુદ્ધ અસરકારક છે કે નહીં?


આ પણ વાંચોઃ બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું


પોતાના એક નિવેદનમાં મોડર્ના કંપનીએ કહ્યું કે, તે કોઈપણ સ્ટ્રેન વિરુદ્ધ પોતાની વેક્સિનની અસરની પુષ્ટિ કરવા માટે ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે, તેને આશા છે કે તેની વેક્સિન જેને હાલમાં અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે તે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ પ્રોટેક્ટિવ હશે. 


અમેરિકા બેસ્ડ આ કંપનીએ કહ્યું કે, તે પોતાની આશાની પુષ્ટિ કરવા માટે આવનારા સપ્તાહોમાં વેક્સિનની એડિશનલ ટેસ્ટિંગ કરશે. મોર્ડનાનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટિશ સરકાર કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે આકરા પ્રતિબંધ લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. ફાઇઝરની જેમ મોર્ડનાની વેક્સિન પણ ખુબ ઓછા તાપમાન પર સ્ટોર રાખવી પડે છે. આ વેક્સિન 94 ટકા અસરકારક સાબિત થઈ છે. 


આ પણ વાંચોઃ Ethiopia માં નરસંહાર, બંદૂકધારીઓએ ઊંઘતા લોકો પર ગોળીઓ વરસાવી, 100થી વધુના મૃત્યુ


તો કોરોના વાયરસ વિરુદ્ધ જે સમયે દુનિયા વેક્સિન બનાવવામાં લાગી છે, ત્યારે યૂકેમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને વિશ્વની ચિંતા વધારી દીધી છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વેક્સિન નવા સ્ટ્રેન પર કામ કરી શકશે અને તેનાથી ડરવાની જરૂર નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube