વોશિંગટનઃ વિશ્વમાં અત્યાર સુધી 61 લાખ 54 હજાર 35 લોકો સંક્રમિત છે. 27 લાખ 34 હજાર 637 લોકો સારવાર બાદ સાજા થયા છે. મૃત્યુઆંક 3 લાખ 70 હજાર 893 થઈ ગયો છે. બ્રાઝિલમાં સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા આશરે 5 લાખ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસઃ 10 સૌથી વધુ પ્રભાવિત દેશ
[[{"fid":"266213","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


બ્રાઝિલઃ મોતનો આંકડો ફ્રાન્સથી વધુ
બ્રાઝિલમાં એક દિવસમાં 890 લોકોના મૃત્યુ થયા છે. અહીં મોતોનો કુલ આંકડો 28 હજાર 834 થઈ ગયો છે. આ સંખ્યા યૂરોપના ચોથા સૌથી સંક્રમિત દેશ ફ્રાન્સથી વધુ થઈ ગઈ છે. ફ્રાન્સમાં અત્યાર સુધી 28 હજાર 771 લોકોના મૃત્યુ થયા છે. 


અમેરિકાઃ એક દિવસમાં 960 મૃત્યુ
અમેરિકામાં એક દિવસમાં 960 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 23 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. અહીં 1 લાખ 5 હજાર 557 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. તો 18 લાખ 16 હજારથી વધુ લોકો સંક્રમિત છે. 


સ્પેનઃ 24 કલાકમાં 271 નવા કેસ
સ્પેનમાં 24 કલાકમાં 271 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સનિવારે જણાવ્યું કે, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2 લાખ 39 હજાર 228 થઈ ગઈ છે. મેડ્રિડમાં 95 નવા કેસ સામે આવ્યા, જ્યારે કૌટાલોનિયામાં 88 મામલા સામે આવ્યા છે. સ્પેનમાં છેલ્લા સાત દિવસમાં 43 મૃત્યુ થયા છે. કુલ મોતોની સંખ્યા વધીને  27,125 થઈ ગઈ છે. 


World No Tobacco Day 2020 : શું કામ મનાવવામાં આવે છે વર્લ્ડ નો ટોબેકો ડે 2020, શું છે આ વખતની થીમ?


સાઉદી અરબઃ 1618 નવા કેસ આવ્યા
સાઉદી અરબમાં 1618 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 83 હજાર 384 થઈ ગઈ છે. આ દરમિયાન 22 લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 480 થઈ ગયો છે. દેશમાં 1870 દર્દી સ્વસ્થ થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 59 હજાર નજીક પહોંચી ગઈ છે. 


કતરમાં નવા 2355 કેસ નોંધાયા
કતરમાં 24 કલાકમાં 2355 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 55 હજાર ઉપર પહોંચી ગઈ છે. અહીં મોતની સંખ્યા 36 પર સ્થિર છે. એક દિવસમાં 5235 દર્દીઓની સ્થિતિમાં સુધાર તયો છે. 


ચિલીઃ 94,858 કેસ
ચિલીમાં શનિવારે સંક્રમિતોની સંખ્યા 94 હજારને પાર પહોંચી ગઈ છે. તો 997 લોકોનું આ મહામારીને કારણે મૃત્યુ થયું છે. 24 કલાકમાં 4220 નવા કેસ સામે આવ્યા છે અને 53 લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી 40 હજારથી વધુ પીડિતો સાજા થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર