World No Tobacco Day 2020 : શું કામ મનાવવામાં આવે છે વર્લ્ડ નો ટોબેકો ડે 2020, શું છે આ વખતની થીમ?

વિશ્વભરમાં વર્લ્ડ નો ટોબેકો ડે 2020 ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ખાસ કરીને તમાકુના સેવનને રોકવા અને તમાકુના કારણે સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે લોકોને જાગરૂત કરવા માટે મનાવવામાં આવે છે. આવો જાણીએ આ વિશે કંઇક ખાસ જાણકારી.... 
 

World No Tobacco Day 2020 : શું કામ મનાવવામાં આવે છે વર્લ્ડ નો ટોબેકો ડે 2020, શું છે આ વખતની થીમ?

નવી દિલ્હીઃ કોરોના વાયરસના આ સમયને છોડી દેવામાં આવે તો આપણી આસ-પાસ કેટલાક એવા લોકો પણ છે જે આજીવન પોતાની જિંદગીની સાથે ગડબડ કરે છે. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ તેવા લોકોની જે તમાકુનું સેવન કરે છે. વિશ્વમાં 31 મેનો દિવસ વિશ્વ તમાકુ પ્રોહિબિશન દિવસ 2020 (World No Tobacco Day) મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની શરૂઆત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા તે માટે કરવામાં આવી જેથી લોકોને તમાકુના સેવન કરવાને કારણે થતાં નુકસાન વિશે જાગરૂત કરી શકાય. આ સિવાય વર્લ્ડ નો ટોબેકો ડે પર તમાકુ ખાતા લોકોને ઘણા પ્રકારના કેન્સર અને ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચ્યા રહેવા વિશે પણ જાણકારી આપવામાં આવે છે. 

આવો જાણીએ વર્લ્ડ નો ટોબેકો ડે 2020ની થીમ શું છે અને તમાકુનું સેવન કરવાને કારણે કઈ-કઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

શું છે આ વખતની થીમ?
આ વખતે વર્લ્ડ નો ટોબેકો ડે 2020ની થીમ યુવાઓ પર કેન્દ્રિત છે. આપણે બધા તે વાતને જાણીએ છીએ કે આજની યુવા પેઢી કેટલી ઝડપથી તમાકુ નિર્મિત પદાર્થોનું સેવન કરવામાં આગળ વધી રહી છે. સ્મોકિંગ, હુક્કા, કાચી તમાકુ, પાન મસાલા વગેરે પદાર્થ તમાકુથી તૈયાર કરવામાં આવે છે અને યુવાઓ દ્વારા તેનું મોટા પાયે સેવન પણ કરવામાં આવે છે જે તેના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. 

આ વાતને ધ્યાનમાં રાખતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ વખતે વર્લ્ડ નો ટોબેરો ડે 2020ની થીમ 'યુવાઓને ઇન્ડસ્ટ્રીના ગેરમાર્ગથી બચાવતા, તેને તમાકુ અને નિકોટીનના ઉપયોગ કરવાથી રોકવાની છે.' તમને જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા 1987માં આ દિવસને અસરમાં લાવવામાં આવ્યો હતો. 31 મે 1988 WHO42.19 પ્રસ્તાવ પાસ થયો, ત્યારબાદ આ વર્લ્ડ નો ટોબેકો ડેના નામથી દર વર્ષે 31 મેએ મનાવવામાં આવે છે. 

છતાં પણ નથી પડતો ફેર
તમે તે જાણીને ચોંકી જશો કે વિશ્વભરમાં દર વર્ષે તમાકુના સેવનથી લાખો લોકો જીવ ગુમાવે છે. તેમ છતાં ખોરાક પુરવઠો સિવાય કોઈ મોટા સ્તર પર તમાકુથી બનેલા વિભિન્ન ઉત્પાદકો વિરુદ્ધ ક્યારેય આકરા પગલાં ભરવામાં આવ્યા નથી.

એટલું જ નહીં, ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરતા બેધડક તેનું સેવન કરે છે. આ કારણે તે તો બીમાર થાય છે, સાથે તેમાં કેટલિક બીમારી વારસાગત રૂપ પણ ધારણ કરી લે છે, જેના કારણે તેની આવનારી પેઢીએ પણ તેનું પરિણામ ચુકવવુ પડે છે. 

તમાકુનું સેવન કરવાથી થાય છે આટલી ગંભીર બીમારીઓ
તમાકુ અને તેનાથી બનેલા પદાર્થોનું સેવન કરવાને કારણે ફેફસાનું કેન્સર, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન, લિવર કેન્સર, મોઢાનું કેન્સર, ડાયાબિટીઝનો ખતરો, હૃદય રોગ કોલોન કેન્સર અને મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થઈ જાય છે.

આ બીમારીઓ વિશે વિચારતા જે લોકો તમાકુ કે તેનાથી બનનારા પાન મસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ ન માત્ર તેના સ્વાસ્થ્ય માટે પરંતુ તેની આસપાસમાં રહેતા લોકો માટે પણ એક વરદાન સાબિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news