કોરોના વાયરસઃ સ્પેનમાં અત્યાર સુધી 3,434 લોકોના મોત, ચીન કરતા પણ વધ્યો મૃત્યુઆંક
યૂરોપમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. ઇટાલી બાદ હવે સ્પેનની સ્થિતિ ચીનથી પણ ખરાબ થઈ ગઈ છે. સ્પેનમાં કોરોના વાયરસને કારણે મોતની સંખ્યા ચીનથી વધુ થઈ ગઈ છે.
મેડ્રિડઃ ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે યૂરોપને પોતાનો ગઢ બનાવી લીધો છે. ઇટાલીમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ તેના નિશાન ર હવે સ્પેન છે. અહીં મોતનો આંકડો ચીન કરતા પણ આગળ નિકળી ગયો છે. સ્પેનમાં અત્યાર સુધી 3434 લોકોના મોત થયા છે જ્યારે ચીનમાં 3281 લોકોના મોત કોરોના વાયરસના ઝપેટમાં આવવાને કારણે થયા હતા. ઇટાલીમાં તો તેનાથી પણ ખબાર સ્થિતિ છે. અહીં 6820 લોકોના મોત થયા છે.
લૉકડાઉન છતાં મોત
મંગળવારની તુલનામાં 27% ટકાના વધારા સાથે સ્પેનમાં 738 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 47,610 લોકો કોરોનાની ઝપેટમાં છે. સ્વાસ્થ્ય અધિકારી ફર્નાન્ડો સાઇમને જણાવ્યું કે, આવનારા સમયમાં આ આંકડો વધવાની શક્યતા છે. સ્પેનમાં 14 માર્ચથી લાગૂ લૉકડાઉન છતાં અહીં મોત અને ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યાં છે.
સ્થિતિ વધુ ખરાબ
સ્પેનમાં સ્થિતિ એટલી ખરાબ છે, તેનો ખ્યાલ આ વાત પરથી આવે છે કે સ્પેનની સેનાને તે વાતની જવાબદારી આપવામાં આવી છે કે તે ઘરોમાં લાવારિશ પડેલી લાશોની માહિતી મેળવે. જાણવા મળી રહ્યું છે કે કેટલાક ઘરોમાં ઘણા દિવસથી લાશો પડેલી છે પરંતુ કોરોનાના સંક્રમણના ડરથી તે ઘરમાં રહેલા પરિવારના સભ્યો તેને ઉપાડવાની હિંમત કરી શકતા નથી.
બ્રિટનના શાહી પરિવાર પર પણ કોરોનાનો હુમલો, પ્રિન્સ ચાર્લ્સ થયા સંક્રમિત
ઇટાલી, અમેરિકા પણ ત્રસ્ત
ઇટાલીમાં અત્યાર સુધી 69,176 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તેનાથી 6820 લોકોના મોત થયા છે જ્યારે ચીનમાં 81,218 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 3281 લોકોના મોત થયા છે. બીજીતરફ અમેરિકામાં પણ સ્થિતિ ખરાબ છે. અહીં 54,428 લોકો કોરોનાથી ઇન્ફેક્ટેડ છે અને 773 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube