બ્રિટનના શાહી પરિવાર પર પણ કોરોનાનો હુમલો, પ્રિન્સ ચાર્લ્સ થયા સંક્રમિત

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ મહામારી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  

Updated By: Mar 25, 2020, 05:12 PM IST
બ્રિટનના શાહી પરિવાર પર પણ કોરોનાનો હુમલો, પ્રિન્સ ચાર્લ્સ થયા સંક્રમિત

લંડનઃ બ્રિટિશ મીડિયાના હવાલાથી મોટા સમાચાર મળી રહ્યાં છે. બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જાણવા મળી રહ્યું છે કે ચાર્લ્સ કોરોના પોઝિટિવ છે. મહત્વનું છે કે બ્રિટનમાં અત્યાર સુધી કોરોનાથી 422 લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી જે દેશોમાં 1000થી વધુ લોકોના મોત થયા છે તેમાં ઇટાલી, ચીન, સ્પેન, ઈરાન અને ફ્રાન્સ છે. 

 

અહીં તેઓ પોતાની પત્ની કામિલા, ડચેસ ઓફ કોર્નવાલની સાથે હતા, જેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ક્લેરેન્સ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું કે, સરકાર અને ચિકિત્સા સલાહ અનુસાર પ્રિન્સ અને ડચેસે હવે સ્કોટલેન્ડમાં ઘર પર ખુદને આઇસોલેટ કરી લીધા છે. 

જાણવા મળી રહ્યું છે કે થોડા દિવસ પહેલા ચાર્લ્સની મુલાકાત મોનૈકોના પ્રિન્સ એલ્બર્ટની સાથે થઈ હતી જેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 400થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે 8000થી વધુ લોકો તેની ઝપેટમાં છે. 

ક્લેરેન્સ હાઉસના પ્રવક્તા પ્રમાણે, ચાર્લ્સમાં બીમારીના થોડા લક્ષણ છે પરંતુ બાકી તેમનું સ્વાસ્થ્ય સારૂ છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી ઘરેથી કામ કરી રહ્યાં છે. આ પહેલા બકિંઘમ પેલેસના એક સ્ટાર (રોયલ એડ, શાહી સહયોગી)માં કથિત રીતે કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે મહારાની એલિઝાબેછ દ્વિપીય પોતાના લંડનના ઘરમાં હતા. 

રિપોર્ટ આવ્યા બાદ મહારાનીને સાવધાનીના ભાગ રૂપે વિન્ડસર કેસલમાં અનિશ્ચિત સમય માટે લાવવામાં આવ્યા છે અને તેમના આગળના તમામ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા છે. પરંતુ રિપોર્ટમાં મહારાણીની તબીયત સારી હોવાની વાત કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો વિશ્વના અન્ય સમાચાર