વોશિંગ્ટન: કોરોના વાયરસના કેરથી અમેરિકાની હાલત ખરાબ છે. આખા દેશને કોરોનાએ પોતાના ભરડામાં લીધુ છે પરંતુ આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ધમકીઓ આપવામાંથી ઊંચા નથી આવતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે જો ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન(hydroxychloroquine)  દવાની નિકાસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં થઈ રહ્યો છે. આ અગાઉ ટ્રમ્પે પીએમ મોદી પાસે આ દવા માટે ગુહાર લગાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાયરસ ટાસ્કફોર્સ બ્રિફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસમાં કહ્યું કે "ભારત અમેરિકા સાથે સારું કરી રહ્યો છે અને ભારત અમેરિકાના દવાના ઓર્ડર પર પ્રતિબંધ ચાલુ રાખે તેની પાછળ મને કોઈ કારણ જણાતું નથી. તેમણે કહ્યું કે મેં રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને મે કહ્યું હતું કે જો તમે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની આપૂર્તિને મંજૂરી આપો તો અમે તમારા આ પગલાંને બિરદાવીશું. જો આ દવાની આપૂર્તિની મંજૂરી ન આપો તો પણ ઠીક છે, પરંતુ હાં..નિશ્ચિતપણ જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આમ કેમ ન થવુ જોઈએ?" ટ્રમ્પે વધુમાં કહ્યું કે "પીએમ મોદી સાથે હાલમાં જ ફોન કોલ દરમિયાન ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આ દવા અમેરિકાને આપવા પર વિચાર કરશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube