લંડનઃ અત્યાર સુધી તેનો ખ્યાલ આવ્યો નથી કે જાનવરો પર કોરોના વેક્સીનની અસર શું છે. પરંતુ વુહાનથી લઈને ઈંગ્લેન્ડ સુદીની લેબ વેક્સીન બનાવવા માટે કામ કરી રહી છે. આ પહેલા ઈબોલાની વેક્સીન પાંચ વર્ષના સંશોધન બાદ બની હતી. આ વખતે વિશ્વ કટોકટીનો સામનો કરી રહ્યું છે, તેથી તૈયારી તે રીતે થઈ રહી છે. બે વર્ષના ક્લીનિકલ ટ્રાયલને બે મહિનાની અંદર પૂરુ કરવાની યોજના બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડમાં એક સાથે 21 લેબમાં કામ શરૂ
ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ વેક્સીન માટે શું કરવામાં આવી રહ્યું છે. તેની માહિતી તમને આપી રહ્યાં છીએ. અહીં 21 નવા રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. તે માટે ઈંગ્લેન્ડની સરકારે 1.4 કરોડ પાઉન્ડની રકમ ઉપલબ્ધ કરાવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં 10 લાખ વેક્સીનના ડોઝ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસન કોવિડ-19નો શિકાર થઈ ગયા હતા. પરંતુ હવે તેઓ સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેક્સીન બનાવવા માટે નક્કી પ્રોટોકોલ પહેલા તેને હ્યૂમન ટેસ્ટિંગની તૈયારી ચાલી રહી છે. જાણકારો પ્રમાણે ઓક્સફોર્ડના સંશોધકોને તે ખ્યાલ નથી કે વેક્સીન કેટલી ઉપયોગી હશે. 


કોરોના વાયરસઃ યૂરોપમાં સંક્રમણથી મૃત્યુઆંક એક લાખને પાર   


સપ્ટેમ્બર સુધી વેક્સીન બનાવવાનું લક્ષ્ય
ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (Oxford University)માં જેનર ઇન્સીટ્યૂટના પ્રોફેસર આડ્રિયાન હિલ કહે છે કે, અમે કોઈપણ કિંમત પર સપ્ટેમ્બર સુધી દસ લાખ ડોઝ તૈયાર કરવા ઈચ્છીએ છીએ. એક વાર વેક્સીનની ક્ષમતાનો ખ્યાલ આવી જાય તો તેને વધારવા પર બાદમાં પણ કામ થઈ શકે છે. તે સ્પષ્ટ છે કે વિશ્વને કરોડો ડોઝની જરૂર પડવાની છે. ત્યારે આ મહામારીનો અંત થશે અને લૉકડાઉનમાંથી મુક્તિ મળશે. કોરોના વાયરસને નાબુદ કરવા માટે વેક્સીન જ સર્વશ્રેષ્ઠ ઉપાય હોય શકે છે. સોશિયલ ડિસ્ટેન્સિંગથી માત્ર બચી શકાય છે. 


વેક્સીનની અસરની આકારણી
જેનર ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે બે મહિનામાં ખ્યાલ આવી જશે કે વેક્સીન મર્જ કેટલું કામ કરી શકશે. ઈંગ્લેન્ડ સરકારના ચીફ સાઇન્ટિફિક એડવાઇઝર સર પૈટ્રિક વેલેસે કહ્યું, 21 પ્રોજેક્ટ છે. તે સત્ય છે કે તમામ પ્રોજેક્ટના શુભ સમાચાર મળવાના નથી. તેથી અમે બધાને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ. કેમ ખબર ક્યાંથી સૌથી પ્રભાવશાળી વેક્સીન બનીને મળી આવે. 


Coronavirus: કોરોના વાયરસને લઈ અમેરિકા બાદ બ્રિટન અને ફ્રાંસે ચીન પાસે માગ્યો જવાબ


WHOના પ્રોટોકોલને તોડીને થઈ રહ્યું છે કામ
પરંતુ વેક્સિન તૈયાર કરવાનો પ્રોટોકોલ 12થી 18 મહિનાનો હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (World Health Organization) ની ગાઇડલાઇન પણ આ કહે છે. બ્રિટનના ચીફ મેડિકલ એડવાઇઝર ક્રિસ વિહ્ટી કહે છે, અમારા દેશમાં વિશ્વના જાણીતા વેક્સીન વૈજ્ઞાનિક છે, પરંતુ અમારે સંપૂર્ણ ડેવલોપમેન્ટ પ્રોસેસને ધ્યાનમાં રાખવાની છે. તેને ઓછી કરી શકાય છે. ટાસ્ક ફોર્સ તેના પર કામ કરી રહી છે. અમે માત્ર તે ઈચ્છીએ છીએ કે જલદીમાં જલદી કોવિડ 19ની સારવાર માટે વેક્સીન તૈયાર થઈ જાય. 


ઈબોલાની વેક્સીન બનાવવામાં લાગ્યા પાંચ વર્ષ
બ્રિટનના વાણિજ્ય મંત્રી આલોક શર્માએ પણ તેની પુષ્ટિ કરી છે. તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં કહ્યું કે, અમે ઝડપથી વેક્સીન પર કામ કરી રહ્યાં છીએ. સીઈપીઆઈ નામની સંસ્થા તમામ લેબ સાથે સમન્વયનું કામ કરી રહી છે.તેણે ઈબોલાની રસી બનાવવામાં મહારથ હાંસિલ કરી હતી. 2014થી 2016 વચ્ચે આફ્રિકી દેશોમાં ઈબોલાથી હજારો લોકોના મોત થયા હતા. બ્રિટને rVSV-ZEBOV નામની વેક્સીન તૈયાર કરી હતી. પરંતુ તે પાછલા વર્ષે બની હતી. ઈબોલાની વેક્સીન બનાવવામાં પાંચ વર્ષ લાગ્યા હતા. 


પતિ દિવસ-રાત કરે છે સેક્સની માંગણી, પરેશાન મહિલાએ સરકારને કરી લોકડાઉન હટાવવાની માંગ


બે વર્ષની ટ્રાયલ બે મહિનામાં થશે પૂરી
માનવ ઉપયોગ પહેલા વેક્સીનનું પ્રી-ક્લીનિકલ ટ્રાયલ જાનવરો પર થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે તે મનુષ્યો માટે કેટલી સુરક્ષિત છે. તેમાં બે વર્ષ જેટલો સમય લાગે છે. પરંતુ વિશ્વમાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ છે, તેથી તેને બે મહિનામાં પૂરી કરવાની તૈયારી છે. ક્લીનિકલ ટ્રાયલના બીજા ફેઝમાં કૃત્રિમ ઇન્ફેક્શન પર વેક્સીન અજમાવવામાં આવે છે. તેનાથી ક્ષમતાનો અંદાજ લાગે છે. વેક્સીનની સેફ્ટી સાઇડ ઇફેક્ટ અને અસરની મૂલ્યાંકન આ ફેઝમાં થાય છે. ફેઝ 3માં મોટા પાયા પર તેનો વાસ્તવિક ઉપયોગ થાય છે. ફેઝ-4માં વેક્સીનનું લાઇસન્સ હાંસિલ કરવામાં આવે છે જેથી માર્કેટમાં વેચાણ માટે ઉતારી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...